તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • LGમાં પ્લાસ્ટિક સર્જનના અભાવે દર્દીને બીજી હોસ્પિટલમાં જવું પડે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LGમાં પ્લાસ્ટિક સર્જનના અભાવે દર્દીને બીજી હોસ્પિટલમાં જવું પડે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાંમણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી. હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં ડોક્ટરોની પૂરતી સંખ્યાને અભાવે દર્દીઓને સારવારમાં મુશ્કેલી પડી રહી છે. ડોક્ટરને અભાવે દર્દી પ્રાથમિક સારવાર આપ્યાં બાદ સિવિલ કે વીએસમાં ટ્રાન્સફર કરવા પડે છે. જ્યારે કેટલાક દર્દીને પ્રાઇવેટ હોસ્પિટલમાં મોંઘી સારવાર લેવાની ફરજ પડે છે.

પ્રાપ્ય માહિતી અનુસાર, મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમો મુજબ, દરેક હોસ્પિટલનાં જે તે વિભાગમાં પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસર હોવા જરૂરી છે, તેમનાં હાથ નીચે રેસિડેન્ટ ડોક્ટરો હોય છે. એલજી હોસ્પિટલનાં પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં હાલમાં પ્રોફેસર, આસિ. પ્રોફેસર અને એસો. પ્રોફેસરો નથી, જેને કારણે હોસ્પિટલતંત્ર દ્વારા 12-12 કલાક માટે એમસીએચ થયેલાં બે ડોક્ટરો દ્વારા આખો વિભાગ ચલાવાય છે. એટલું નહિ, એનએચએલ મેડિકલ કોલેજ દ્વારા રોટેશન પ્રમાણે રેસિડેન્ટ ડોક્ટરો મોકલવામાં આવતાં હતા પણ છેલ્લા કેટલાક મહિનાઓથી એનએચએલ દ્વારા રેસિડેન્ટ ડોક્ટરો મોકલવામાં આવતાં નથી. જેને કારણે હોસ્પિટલમાં સારવાર લેવા આવતાં બર્ન્સનાં દર્દીને પ્રાથમિક સારવાર આપીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. કારણે દર્દીઓએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. આમ છતાં, કોઈ પગલા લેવાતા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો