તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘી ગાયના દૂધમાં ભેળસેળ કરનારા બે વેપારીને સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘી-ગાયના દૂધમાં ભેળસેળ કરનારા બે વેપારીને સજા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બંનેને 6 માસની કેદ અને રૂ. 10 હજારનો દંડ

સરદારનગરમાં કલોલના સોજા ખાતેથી ડિલિવર થતું ગાયના દૂધ ભેળસેળવાળુ હોવાનું માહિતીના આધારે મ્યુનિસિપલ હેલ્થ વિભાગે ગત 23 જુલાઈ 2010ના રોજ સરદારનગરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ભવાની ડેરી સહિતના અન્ય સ્થળોથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા. દૂધના સેમ્પલના લેબોરેટરી ચકાસણીમાં દૂધના ફેટમાં ઘટ ફલિત થઈ હતી.

કુબેરનગર વોર્ડ વિસ્તારના નારાયણ દૂધઘરમાંથી ઘીનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં તલના તેલની ભેળસેળ જણાઈ હતી. બંને વેપારી રાજેન્દ્ર પટેલ (ભવાની ડેરી) અને કમલેશ ગુનાની (નારાયણ દૂધ ઘર) સામે હેલ્થ વિભાગે ફરિયાદ નોંધી ફોજદારી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. સરકારી વકીલ મનોજ ખંધારે કેસ પુરવાર કરવા 20 સાક્ષીઓ, કોર્પોરેશનની લેબોરેટરી અને મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. પક્ષકારોની રજૂઆતના અંતે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે આરોપીઓને ગુનેગાર ઠેરવીને 6 માસની કેદ, 20 હજાર દંડ ફટકાર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં ઠરાવ્યું કે, બંને વેપારીએ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કર્યાનું પુરવાર થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો