તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બાંગ્લાદેશી સગીરાને વેચનાર મહિલા અને અમદાવાદના સપ્લાયર્સ ઝડપાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંગ્લાદેશી સગીરાને વેચનાર મહિલા અને અમદાવાદના સપ્લાયર્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યવ્યાપી કૌભાંડ : દુષ્કર્મ કરનાર 6 શકમંદોની પણ પૂછપરછ

બાંગ્લાદેશીસગીરાને માંગરોળમાં લાવી દેહ વ્યાપારનો ધંધો કરાવાની ઘટનામાં પોલીસે ધંધો ચલાવનાર મહિલા દલાલ,અને બે સપ્લાયર્સ મળી ત્રણ લોકોને ઝડપી લીધા હતા. સગીરા સાથે દુષ્કર્મ કરનાર 6 શકમંદ શખ્સોને પણ પોલીસે ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે. સગીરાને દેહવેપાર કરવાનાર શખ્સોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

માંગરોળના બસ સ્ટેન્ડથી મળી આવેલી સગીરાને માંગરોળ પોલીસે પ્રથમ જૂનાગઢ શીશુમંગલ સંસ્થામાં મોકલી આપી હતી. સગીરાએ માંગરોળની મહિલા વર્ષા નિતિન લોહાણા દેહ વ્યાપારનો ગોરખધંધો કરાવતી હોવાનું અને માંગરોળના 6 શખ્સે તેના પર દુષ્કર્મ થયાનું જણાવ્યું હતુ. પોલીસે દલાલ વર્ષા નિતિન લોહાણા,અમદાવાદના સપ્લાયર્સ રાજુ ઉર્ફે શ્રીકાંત અજીત મંડલ અને જીવણ ખીમા મોઢા વગેરેને ઝડપી લીધા હતા.આ ઉપરાંત દુષ્કર્મ કરનાર 6 શકમંદોને ડિટેઇન કરી પુછપરછ હાથ ધરી છે.

સગીરાના કપડા, અન્ય ચીજો FSLમાં મોકલાઇ

સગીરાપર કેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું છે તેની માહિતી મેળવવા સગીરાના કપડા, દુષ્કર્મની જગ્યા પરથી મળી આવેલી શંકાસ્પદ ચીજને એફએસએલમાં મોકલી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો