તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભાજપ સામે જાયન્ટ મોરચાની જરૂર : પવાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપ સામે જાયન્ટ મોરચાની જરૂર : પવાર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | NCP સુપ્રીમો શરદ પવારે રવિવારે કહ્યું કે યુપીમાં યોગી આદિત્યનાથ સીએમ બનતાં મંદિર-મસ્જિદનું રાજકારણ ગરમાશે. ભાજપના મુકાબલા માટે મહાગઠબંધનની જરૂરિયાત પર ભાર મૂકતાં તેમણે જણાવ્યું કે સમાન વિચારસરણી ધરાવતા પક્ષોએ ભાજપને રોકવાની જરૂર છે.

...અનુસંધાન પાનાં નં.15

પૂર્વ કૃષિ મંત્રી શરદ પવારે એનસીપીના નવા પ્રદેશ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. પ્રસંગે પવારે ઉપસ્થિત કાર્યકરોને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આપેલા વચનો પુરા કરવામાં નિષ્ફળ નિવડ્યાં છે. મોદીએ ખેડૂતોનો વચન આપ્યું હતું કે, ખેડૂતોની આવકમાં 50 ટકાનો વધારો થશે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉલટાની ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. નોટબંધીના કારણે લઘુ ઉદ્યોગોમાં કામ કરતા 52 ટકા કારીગરોએ નોકરી ગુમાવવી પડી છે. પવારે યુપીમાં યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી બનાવવાના મોદીના નિર્ણયની ટીકા કરતા જણાવ્યું કે, હવે યુપીમાં વિકાસને બદલે મંદીર-મસ્જીદનો મૂદ્દો વધુ ચર્ચામાં રહેશે. જે યુપીના લોકો માટે સારી વાત નથી. પવારે જણાવ્યું કે, યુપીમાં જે રીતે ભાજપએ વિજય મેળવ્યો છે તેને જોતા એમ લાગે છે કે, હવે દેશના મોટા રાજકીય પક્ષો કે જે સમાન માનસિકતા ધરાવે છે, તેમણે ભાજપનો સામનો કરવા માટે સાથે આવવું પડશે. ગુજરાત દરેક ક્ષેત્રે નંબર વન હોવાનો દાવો કરે છે ત્યારે પવારે જણાવ્યું કે, તેમના કેન્દ્રિય કૃષિ મંત્રી તરીકેના કાર્યકાળમાં ગુજરાતે એક વાર પણ દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર વનનું રૂ. 1 કરોડનું ઈનામ જીત્યું નથી. પવારે નોટબંધીના કારણે મહારાષ્ટ્રના કૃષિ સહકારી ક્ષેત્રે પડેલી તકલીફ વીષે જણાવ્યું કે, 2300 કરોડ રૂપિયા જેટલી રકમની જૂની નોટો બદલવામાં આવી રહી નથી. જેના કારણે મહારાષ્ટ્રના સહકારી ક્ષેત્રમાં ઘણી તકલીફ પડી રહી છે. અંગે તેઓ એક વાર જેટલીને રજૂઆત કરી રહ્યા છે, આગામી 30 માર્ચ પહેલા બીજી વાર પણ રજૂઆત કરવાનાં છે. જો 2300 કરોડ રૂપિયાની નોટોને બદલી નહીં આપવામાં આવે તો મહારાષ્ટ્રના ખેડૂતોને ભારે નુકસાન થશે.

ગુજરાતમાં એનસીપીના રાજકીય વિસ્તાર અને ચુંટણી લડવા અંગે પવારે જણાવ્યું કે, હાલ તો એનસીપી ગુજરાતમાં પોતાના વિસ્તાર માટે તેમજ સંગઠનને મજબૂત કરવાના કામને પ્રાથમિકતા આપી રહી છે. કેટલી બેઠક પર ચુંટણી લડવી તેમજ કોની સાથે ગઢબંધન કરવું તે પ્રદેશ સ્તરની નેતાગીરી અને કાર્યકરો નક્કી કરશે. કોંગ્રેસ સાથેનો અત્યાર સુધીનો અનુભવ ઠીક નથી રહ્યો પરંતુ ગઠબંધન માટે દરેક પક્ષ માટે રસ્તા ખુલ્લા છે. જો કે પવારે ‘આપ’ સાથે કોઈ પણ ગઠબંધન થવાની શક્યતાને નકારી હતી.પવાર-શંકરસિંહની મુલાકાતથી અટકળો

ગાંધીનગર | રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ રાજકીય પક્ષો કરી રહ્યા છે ત્યારે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર અને વિધાનસભા વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા શંકરસિંહ વાઘેલા સાથે અમદાવાદની એક હોટલમાં બેઠક યોજાઇ હતી. બેઠક સાથે ગુજરાતના રાજકીય વર્તુળોમાં નવા જોડાણના તર્કવિતર્ક થઇ રહ્યા છે. મુદ્દે વાઘેલાએ કહ્યું હતું કે શરદ પવારને મારા ઘરે ભોજન માટેનું મે આમંત્રણ આપ્યું હતું, પણ સમયના અભાવે તેઓ આવી શકે તેમ હોવાથી હું તેમને મળવા માટે આવ્યો છું. જયારે શરદ પવારે પણ મુલાકાતને સંપૂર્ણ પારિવારિક ગણાવી હતી. જો કે સત્તાની સાઠગાઠમાં માહેર શંકરસિંહ વાઘેલા કઇ પણ કરી શકે છે તેવી ગણતરી સાથે બેઠકને રાજકીય વર્તુળો હળવાશથી લેતા નથી.અમદાવાદમાં NCPના કાર્યાલયનું ઉદઘાટન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો