તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ACPએ કહ્યું, આગની ઝપટે આવે માટે ધક્કો માર્યો હતો, ગેરસમજ થઈ લાગે છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ACPએ કહ્યું, આગની ઝપટે આવે માટે ધક્કો માર્યો હતો, ગેરસમજ થઈ લાગે છે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આગ બુઝાવી રહેલા ફાયરમેનને ACP

ચાવડાએ લાફો માર્યો, પછી માફી માંગી

જીવરાજ પાર્ક પાસે મેટ્રો પ્રોજેક્ટનું ખોદકામ ચાલી રહ્યું હતું. જેમાં જેસીબીની બકેટથી ત્યાંથી પસાર થઇ રહેલી સીએનજી ગેસની પાઇપલાઇન તૂટી જતા ગેસ લીક થયો હતો. જેના કારણે શનિવારે રાત્રે 12.45એ આગ લાગી હતી. ફાયરના જવાનો તેના પર કાબૂ મેળવી રહ્યા હતા. તે દરમિયાન ‘એન’ ડિવિઝનના એસીપી કે. એમ. ચાવડા ત્યાં આવ્યા હતા જેમણે રાતે 2 વાગ્યાની આસપાસ ફાયરના ડ્રાઇવર સાથેે ગેરવર્તણૂક કરી અને ફાયરના જવાન સુશીલકુમાર ચુડાસમાને લાફો મારી દીધો હતો. ઘટના અંગે જાણ થતા ફાયરના ઉપરી અધિકારીઓ આવી ગયા હતા. બાદ એસીપીએ વર્તન બદલ માફી માંગી હતી.

સુશીલકુમારે જણાવ્યું કે, ‘અમે આગની કામગીરી કરી રહ્યા હતા. ત્યારે ચાવડા સાહેબ આવેલા અને અમારા ડ્રાઇવરની સાથે ગેરવર્તન કર્યું પછી હું યુનિફોર્મમાં હતો કામગીરી ચાલુ હતી. તેમ છતાં તેઓ કહે ચાર માણસો શું કરી રહ્યા છો બે લોકો આગ બૂઝાવો હું કહું છું હું ફાયરનો જવાન છું છતાં લાફો મારી દીધો હતો. પછીએ જતા રહ્યા હતા. અમારા અધિકારીને ઘટના વિશે જાણ કરતા તેઓ આવી ગયા હતા અને એસીપીને પાછા બોલાવ્યા. એમને ભૂલ સમજાતા માફી માંગી હતી. જ્યારે કે એસીપી કે. એમ. ચાવડાએ જણાવ્યું હતું કે,‘કોઇ માથાકૂટ થઇ નહોતી. મેં ફક્ત તેને ધક્કો માર્યો હતો કેમ કે આગ ચાલુ હતી. મેં તેને કહ્યું તે નાઇલોનની ટી શર્ટ પહેરી છે આગ તને ઝડપી લેશે. હું તેને બચાવવા ગયો હતો.’

જીવરાજ પાર્કમાં મેટ્રોની કામગીરી દરમિયાન ગેસની લાઈન તૂટતા આગ લાગી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો