• Gujarati News
  • National
  • ધોળકાના ખાન તળાવમાં ફોટો પાડવા જતાં મુસ્લિમ યુવક ડૂબ્યો

ધોળકાના ખાન તળાવમાં ફોટો પાડવા જતાં મુસ્લિમ યુવક ડૂબ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકામાંમિત્રો સાથે ફરવા આવેલાે અમદાવાદનો યુવક ખાન તળાવની નજીક ફોટો પાડવા જતાં પગ લપસી પડતાં તળાવમાં પડતાં પાણીમાં ડૂબી ગયો હતો. ધોળકા પોલીસે યુવાનની લાશ બહાર કાઢી તપાસ હાથ ધરી છે.

ધોળકા રેલ્વે સ્ટેશન ની પાસે ખાન મસ્જીદ ની પાસે વિશાળ ખાન તળાવ વર્ષો પુરાણું આવેલ છે. અમદાવાદ ચંડોળા તળાવની પાસે, સુલેમાન મસ્જીદ ની સામે રહેતાં એઝાદ મેહસુદભઆઈ શેખ ઉ.વ.27 અને તેમના ત્રણ મિત્રો ગઈ કાલે ધોળકા ફરવા આવ્યા હતા ખાન મસ્જીદ પર ચઢી આજુ બાજુ ફોટા પાડ્યાં ત્યારબાદ તેઓ મિત્રો સાથે પાછલાં ભાગમાં આવેલ ખાન તળાવ પાસે આંટો મારવા ગયાં ખાન તળાવ પુષ્કળ મોટું તથા પાણીથી ભરપુર જોઈ તળાવકાંઠે ફોટા પાડવાની ઈચ્છાથી એઝાદ મહેમદભાઈ શેખ પાણી પાસે જઈ ફોટો પાડવા જતાં તેનો પાણીમાં પણ લપસતાં તે તળાવમાં ગબડી પડ્યો અને તેનું પાણીમાં પડી મૃત્યુ પામ્યો જાણ થતાં તેના મિત્રો બુમાબુમ કરતાં આજુબાજુ ના ખેતરો માંથી બધાં ભેગા થઈ ગયા હતાં પરંતુ એઝાદ મૃત્યુ પામી ગયો હતો. તેની લાશ બહાર કાઢી ધોળકા પી.એમ. માટે મોકલી આપી હતી. તેના ઘરનાને જાણ કરવામાં આવી હતી. અંગે ફરિયાદ થતા પ્રહલાદ કોન્સેટબલ રાજેન્દ્ર કુમાર અમરાજી તપાસ કરી રહ્યા છે.

પાણીમાં પગ લપસી જતાં તળાવમાં ગબડી પડ્યો હતો

અમદાવાદનો યુવાન મિત્રો સાથે ફરવા આવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...