• Gujarati News
  • National
  • ઘીમાં ભેળસેળ બદલ એક વેપારીને માસની કેદ, અન્ય એકને 1 લાખનો દંડ

ઘીમાં ભેળસેળ બદલ એક વેપારીને માસની કેદ, અન્ય એકને 1 લાખનો દંડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોજિંદાઉપયોગમાં લેવાતા ઘીમાં તેલનું તેલ ઉમેરી માતબર રકમનો નફો રળનારા વેપારીને ફૂડ સિક્યુરિટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટની ટ્રિબ્યુનલના જજે કસૂરવાર ઠેરવી રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો છે. વેપારી દંડ ભરે તો તેની મિલકત જપ્ત કરવાનો પણ આદેશ અપાયો છે. ઘીમાં ભેળસેળ બદલ નવા નરોડાના અન્ય એક વેપારીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે 6 માસની કેદ અને 10 હજારનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ભેળસેળિયા ઘીનું વેચાણ થઇ રહ્યાની માહિતી અમદાવાદ હેલ્થ વિભાગને મળી હતી. તેના આધારે સીટીએમ, ઓઢવ, નિકોલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સીટીએમની મહાવીર ડેરી ફાર્મ સહિતની સ્થાનિક ડેરીમાંથી ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. તેના લેબોરેટરી ચકાસણીમાં મહાવીર ડેરીના ઘીમાંથી તેલનું તલ મળી આવ્યું હતું. જેના આધારે હેલ્થ વિભાગે કલેકટર સમક્ષ ફરિયાદ કરી હતી. ફરિયાદની સુનાવણીમાં કલેક્ટરે વર્ષ 2012ના ફૂડ સિક્યુરિટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ વેપારી દીપક પટેલને રૂ. 1 લાખનો દંડ ફટકાર્યો હતો. કલેક્ટરના ચુકાદાને ફૂડ સિક્યુરિટી ટ્રિબ્યુનલ સમક્ષ પડકાર્યો હતો. ટ્રિબ્યુનલમાં કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ મનોજ ખંધારે કોર્ટમાં રજૂઆત કરી કે, ઘીમાં તલના તેલની માત્રા વધુ પ્રમાણમાં મળી આવી છે.આ શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં છે. પક્ષકારોની રજૂઆતનાં અંતે ફૂડ સિક્યુરિટી ટ્રિબ્યુનલે વેપારી દીપક પટેલને એક લાખ દંડ ફટકાર્યો છે.

નવા નરોડા વિસ્તારમાં હેલ્થ વિભાગે હાથ ધરેલા સર્ચ દરમિયાન ભવાની ડેરીના સેમ્પલમાં ઘીમાં હળદરનું પ્રમાણ મ‌ળ‌ી આવવાના કેસમાં એડીશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એસ.એમ.કાનાબારે આરોપી વેપારી નવલ રાઠોડને માસની કેદ અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો છે.

CTMનો વેપારી 1 લાખ દંડ ભરે તો મિલકત જપ્ત કરવા કોર્ટનો આદેશ

એક વેપારીએ ઘીમાં તલનું તેલ અને બીજાએ હળદર ભેળવી હતી

અન્ય સમાચારો પણ છે...