તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ખેડા હાઈવે પર ટ્રક કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ

ખેડા હાઈવે પર ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાઅમદાવાદ હાઇવે રોડ ઉપર આવેલ બેટડીલાટ પાસે એક ટ્રક ચાલકે પોતાનું વાહન અચાનક વાળતાં પાછળ આવતી એક કાર ધડાકાભેર ટ્રકમાં અથડાઇ હતી. જેથી કારમાં બેઠેલ એક મહિલાને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે અન્ય મુસાફરોને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. ખેડા શહેર પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જુહાપુરા ખાતે રહેતા મહંમદભાઇ શેખ પોતાની કારમાં પરિવાર સાથે રવિવારે આણંદ સબંધીને ત્યાં ગયા હતા. દરમ્યાન રાત્રીના 8 કલાકે તેઓ અમદાવાદ જવા નીકળ્યા હતા. તેઓ પોતાની કાર લઇ ખેડા અમદાવાદ હાઇવે ઉપરથી પસાર થતા હતા. તે વખતે બેટડીલાટ પાસે એક ટ્રક ચાલકે પોતાની ટ્રક અચાનક બીયારણની કંપનીમાં બીયારણ લેવા માટે વાળતાં પાછળ આવતી મહંમદભાઇની કાર ધડાકા ભેર ટ્રક સાથે અથડાઇ હતી. જેથી કારનો કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો. કારમાં મુસાફરી કરતાં નજુઆયા હુસેનમીયા શેખ (ઉ.વ.56, અમદાવાદ જુહાપુરા)ને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. જ્યારે જહીરમીયા શેખના પરિવારના સભ્યોને શરીરે વત્તા ઓછા પ્રમાણમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે હાઇવે રોડ ઉપર ટ્રાફીક જામ થઇ ગયો હતો. બનાવની જાણ ખેડા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારબાદ અકસ્માત થયેલ વાહનોને રોડ ઉપરથી ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...