તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ટેનિસ એલ્બોની સારવાર ફિઝિયોથેરાપીથી શક્ય

ટેનિસ એલ્બોની સારવાર ફિઝિયોથેરાપીથી શક્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચીફસ્પાઈન કન્સલ્ટન્ટ (મિશન હેલ્થ)

ટેનિસ અને એલ્બોની અસહ્ય પીડાથી રાહત મેળવવા હવે સર્જરી કે સ્ટીરોઈડના ઈન્જેક્શન લેવાની જરૂર નથી. કારણ કે, તકલીફમાં હવે માત્ર ને માત્ર ફિઝિયોથેરાપીથી થતી સારવાર અમદાવાદમાં ઉપલબ્ધ બની છે. ટેનિસ એલ્બો કે ગોલ્ફર્સ એલ્બોએ ટેનિસ અને ગોલ્ફના પ્લેયર્સ સિવાય કમ્પ્યૂટર પ્રોફેશનલ, મોબાઈલનો વધુ ઉપયોગ કરતાં લોકો, હાઉસ વાઈફ કે પછી મિકેનીકલી કામ કરતાં પ્રોફેશનલ્સમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ટેનિસ એલ્બો (લેટરલ એપીકોન્ડીલાટીસ)માં કોણીના બહારના ભાગમાં અસહ્ય દુખાવો અને સોજો જોવા મળે છે, જ્યારે ગોલ્ફર્સ એલ્બો (મીડિયલ એપીકોન્ડીલાટીસ)માં કોણીના અંદરના ભાગમાં અસહ્ય દુખાવો અને સોજો જોવા મળે છે. દુખાવો કોણીની બહાર કે અંદરના બમ્પ ઉપર થાય છે. પરંતુ વખત આગળ ફોરઆર્મ કે કાંડા (રિસ્ટ)ના સ્નાયુઓ સુધી પણ દુખાવો જોવા મળે છે. મોટાભાગે કન્ડિશનમાં વારંવાર ફિઝિકલ સ્ટ્રેસ ઈન્જરીને કારણે એક્ટિવીટી અને લોડનું પ્રમાણ આરામના પ્રમાણ કરતાં વધી જાય છે. જેથી રીપિટેટિવ માઈક્રો ટ્રોમા અને પરિણામરૂપે મેકરો ટ્રોમા થાય છે. તેમજ સ્નાયુઓના ટેન્ડન્ટ હાડકા સાથે જ્યાં એટેચ થાય જગ્યા પર પુષ્કળ પીડા થાય છે. ટેનિસ એલ્બોની સારવાર માટે ટીશ્યુ હીલિંગ પ્રોગ્રામ, ઝેડ-7 ઈમ્પલ્સ, શોક વેવ, થેરાપી જેવી વિશ્વની સારામાં સારી ટેક્નોલોજી ઉપલબ્ધ છે. એક વખત દુખાવા અને સોજામાં સંપૂર્ણ રિકવરી થયા બાદ સ્નાયુઓને મજબુત બનાવવા અને અર્ગોનોમિક્સનું પાલન કરવું ખૂબ જરૂરી છે. તેમજ સંપૂર્ણ રાહત થાય પહેલાં અર્લી રિટર્ન્સ ટુ સ્પોર્ટસ સલાહભર્યું નથી.

સર્જરી કે સ્ટીરોઈડના ઈન્જેક્શન લેવાની જરૂર નથી. તકલીફમાં હવે માત્ર ને માત્ર ફિઝિયોથેરાપીથી પણ ઘણી રાહત મળે છે.
અન્ય સમાચારો પણ છે...