તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘સંચય’માં રજૂ થઈ કલ્ચરલ એક્ટિવિટી

‘સંચય’માં રજૂ થઈ કલ્ચરલ એક્ટિવિટી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટુડન્ટ્સે વચ્ચે સૉલો ક્લાસિકલ ડાન્સ અને ઈન્સ્ટ્રુમેન્ટની કોમ્પિટિશન

10કોલેજના વિદ્યાર્થીઓ વચ્ચે ભરતનાટ્યમ, કુચીપુડી, મોહિનીઅટ્ટમ, મણિપુરી જેવા સૉલો શાસ્ત્રીય નૃત્ય કર્યા હતા. ઉપરાંત વાંસળી, વીણા, તબલા અને તબલા પર સૉલો પરફોર્મ પણ આપ્યું હતું.

ફેસ્ટમાં સ્ટુડન્ટ્સ દ્વારા ક્લાસિકલ ડાન્સ પણ રજૂ કરાયો હતો.

સિટી રિપોર્ટર @ahm_cbજીટીયુનાછઠ્ઠા સંચય કલ્ચરલ ફેસ્ટિવલ અંતર્ગત એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજમાં અમદાવાદ ઝોન કલ્ચરલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટ 28થી 30 સપ્ટેમ્બર દરમિયાન એલ.ડી.માં ચાલશે. જેમાં દરરોજ જુદી-જુદી એક્ટિવિટી યોજવામાં આવશે. અંતર્ગત પહેલા દિવસે અેકાંકી નાટકો, કાર્ટૂનિંગ, સૉલો ક્લાસિકલ ડાન્સ, સૉલો ક્લાસિક ઈન્સ્ટ્રિુુમેન્ટ, ક્વિઝ, માઈમ વગેરે જેવી કોમ્પિટિશન થઈ હતી. કોમ્પિટિશનનું રિઝલ્ટ ત્રીજા અને અંતિમ દિવસે રહેશે.

સંચય ફેસ્ટ માહિતી આપતા એલ.ડી. કોલેજના પ્રિન્સિપાલ જી.પી. વડોદરીયાએ જણાવ્યુ હતું કે, ‘અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, સુરત અને વિદ્યાનગર ખાતે પણ રહેશે. જે બાદ ઑક્ટોબરમાં સેન્ટ્રલ ફેસ્ટનું આયોજન પણ થશે. એલ.ડીમાં અમદાવાદ ઝોનની કુલ 15 કોલેજના અંદાજીત 500 વિદ્યાર્થીઓએ જુદી-જુદી ઈવેન્ટમાં ભાગ લે છે. જે એલ.ડી. એન્જિનિયરીંગ દ્વારા આયોજીત કરવામાં આવ્યો છે.’

એકાંકી અને ત્રણ થીમ પર કાર્ટૂન દોર્યાં

વિદ્યાર્થીઓએપોલિટિક્સ, કરન્ટઅફેર્સ તેમજ એન્વાયરમેન્ટ થીમ પર જુદા-જુદા કાર્ટૂન દોર્યા હતા. સાથે સ્ટુડન્ટસે એકતા, મીડિયા એક માધ્યમ તરીકે કેટલું અસર કારક વગેરે જેવી થીમ પર જુદા-જુદા એકાંકિ નાટકો પણ ભજવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...