તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચિત્રોમાં વ્યક્ત થઈ નારી શક્તિની વાત

ચિત્રોમાં વ્યક્ત થઈ નારી શક્તિની વાત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
} માત્ર બે રંગોમાં કામ કરતાં પિન્કી ભટ્ટના ચિત્રોમાં સ્ત્રીનો પોતાના સંતાન પ્રત્યેનો વાત્સલ્યભાવ જોવા મળે છે તો ક્યાંક રમકડા વેચીને ગુજરાન ચલાવવામાં પરિવારને મદદ કરતી સ્ત્રી શક્તિનાં દર્શન પણ થાય છે.

દેશમાં રહીને સ્ત્રીશક્તિની વાત કરવી અને કામ કરવું તેના કરતાં વિદેશમાં વેસ્ટર્ન કલ્ચર વચ્ચે રહીને તેના પર કામ કરવું વધારે ચેલેન્જિંગ છે. આવું કંઈક ચેલેન્જિંગ કામ કરી રહ્યાં છે મૂળ અમદાવાદના અને હાલ ઓસ્ટ્રેલિયામાં રહેતા પિન્કી ભટ્ટ. અમદાવાદની ગુફામાં સ્ત્રી શક્તિ પરના તેમના ત્રીસેક જેટલા ચિત્રોનું એક્ઝિબિશન શરૂ થયું છે.

સિટી રિપોર્ટર @ahm_cbઆમતો બાળપણથી પિન્કી ભટ્ટને ફિગરેટિવ ચિત્રો કરવાનો શોખ પણ હમણાં હમણાં તેઓ સ્ત્રી શક્તિ પર ચિત્રો કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયામાં રહે છે પણ તેમને ભારતની રમકડાં વેચતી સ્ત્રી, ગરબા રમતી ગોરી કે પછી ભજન મંડળીમાં ભજન કરતી સ્ત્રીને કેનવાસ પર ઉતારવી વધારે ગમે છે.

તેઆે કહે છે કે, ‘હું જ્યારે નાની હતી ત્યારે મેં મારી નજરે સ્ત્રીઓના અલગ અલગ સ્વરૂપો જોયા છે. જો કે હાલતો ઓસ્ટ્રેલિયામાં પ્રકારનું કલ્ચર ઈચ્છું તો પણ જોવા મળે એટલે જ્યારે પણ શહેરને મિસ કરું ત્યારે અહીં આવી જાઉં છું. મારી યાદો શહેર સાથે જોડાયેલી છે. ઘર આગળ રમકડાં વેચવા આવતી સ્ત્રી કે પછી મરચા સૂકવતી છોકરી, ક્યાંક નવરાત્રીમાં ગરબા રમતી છોકરીઓ. બધુ મારા માનસપટ પર આવ્યા કરે છે. મને થાય છે આપણુ કલ્ચર છે. જેમાં નારી શક્તિ કેન્દ્રસ્થાને છે એટલે તેને ચિત્રોની મદદથી વ્યક્ત કરું છું. આજની ફાસ્ટલાઈફમાં યંગજનરેશનને કલ્ચરની ખાસ જાણકારી નથી એટલે ચિત્રો દ્વારા મારો કલ્ચરની યાદ અપાવવાનો પ્રયાસ છે.

ANCHOR

અન્ય સમાચારો પણ છે...