તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વાહકજન્ય રોગને અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વેનો પ્રારંભ

વાહકજન્ય રોગને અટકાવવા હાઉસ ટુ હાઉસ સર્વેનો પ્રારંભ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામતાલુકા સહિત સમગ્ર અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ પ્રવૃતિ ઝુંબેશરૂપે 26 સપ્ટેમ્બરથી જિલ્લાના વિવિધ ગામોમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ધરે ઘરે જઇને સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે.

સર્વેલન્સ કામગીરીનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ, જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ, વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકીયા, તાલુકા સુપરવાઇઝર કે.એમ.મકવાણા દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવી રહ્યુ છે. જિલ્લાના જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ કે, વર્ષ 2016થી મેલેરીયા ઉન્મુર્લન અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યને મેલેરીયા ઉન્મુર્લન માટેનો લક્ષાંક વર્ષ 2024 સુધીમાં હાંસલ કરવા સુચન કરેલ છે. વાહકજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણની કામગીરીને રાષ્ટ્રીયકક્ષાએ અગ્રીમતા આપવામાં આવી રહેલ છે.

તસવીર : જયદીપ પાઠક

વર્ષ 2016થી મેલેરીયા ઉન્મુર્લન ઝુંબેશ શરૂ

અન્ય સમાચારો પણ છે...