તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્કોર્પિયો કારે ઉડાવતાં મહિલાનું મોત, લોકોએ કારના કાચ તોડ્યા

સ્કોર્પિયો કારે ઉડાવતાં મહિલાનું મોત, લોકોએ કારના કાચ તોડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળાતાલુકાના ભાયલા ગામની મહિલા હાઇવે ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે સ્કોર્પિયો કારના ચાલકે જોરદાર ટક્કર મારતાં મહિલા ગંભીર રીતે ઘવાઇ હતી. આથી તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત બાદ કાર ઘટનાસ્થળે મૂકી કાર ચાલક નાસી છુટ્યો હતો. અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાયલા ગામમાં રહેતા સજનબહેન રાઠોડ (ઉ.વ.60) રાત્રે હાઇવે ક્રોસ કરીને ગામ તરફ જઇ રહ્યા. ત્યારે અમદાવાદથી બગોદરા તરફ જઇ રહેલી સ્કોર્પિયો કારના ચાલકે પૂરઝડપે કાર ચલાવીને સજનબહેને જોરદાર ટક્કર મારી હતી. આથી 108ના પાટલોટ કિશોરસિંહ અને ઇએમટી રવિભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, સારવાર મળે તે પહેલાં સજનબહેનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બીજી બાજુ અકસ્માત બાદ કાર ચાલક ઘટનાસ્થળે કાર છોડીને નાસી છુટ્યું હતો. આથી આસપાસના રોષે ભરાયેલાં લોકોએ કારના કાંચ તોડી નાંખ્યા હતા. અક્સમાતની જાણ થતાં બાવળા પોલીસે ઘટનસ્થળે પહોંચી લાશને પીએમ માટે મોકલી આપ્યા હતા. બાવળા પોલીસે ઘનશ્યામસિંહ વજુભાઈ રાઠોડની ફરિયાદના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કોન્સ્ટેબલ મહિપતસિહે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માત બાદ રોષે ભરાયેલાં લોકોએ કારના કાંચ તોડી નાંખ્યા હતા.તસવીર-ભરતસિંહ ઝાલા

અકસ્માત બાદ કાર ચાલક નાસી છુટવામાં સફળ રહ્યો

બાવળા તાલુકાના ભાયલા ગામ પાસે હીટ એન્ડ રન

અન્ય સમાચારો પણ છે...