તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગળતેશ્વર મહિસાગર નદીમાં ન્હાવા પડેલ વટવાનો યુવક ડુબી ગયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગળતેશ્વર મહિસાગર નદીમાં ન્હાવા પડેલ વટવાનો યુવક ડુબી ગયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદવટવા સેન્ટ્રલ પોલીટેકનીકમાં અભ્યાસ કરતાં સતીષ શ્રીરામ ઉપાધ્યાય, રીતેષ શ્રીપાલ સહિત 10 વિદ્યાર્થીઓ સોમવારે સવારે ડાકોર દર્શન કરી ગળતેશ્વર ખાતે આવ્યા હતા. બપોરના 12 કલાકે વિદ્યાર્થીઓ મહિસાગર નદીમાં ન્હાવા પડ્યા હતા. તેઓ નદીમાં ન્હાતા હતા ત્યારે રીતેષ શ્રીપાલ ન્હાતા ન્હાતા ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. બનાવની જાણ તેના મિત્રોને થતાં તેઓએ બૂમાબૂમ કરતાં િકનારા પર ઉભેલા દુકાનદારો દોડી આવ્યા હતા. વખતે સ્થાનિક તરવૈયાઓએ ભારે શોધખોળ બાદ રીતેષની લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. બનાવ સંદર્ભે સેવાિલયા પોલીસ મથકે જાણ કરતાં હે.કો કાનસીંગ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે લાશને પોસ્ટમાર્ટમ માટે સેવાિલયા સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અંગે સતીષ શ્રીરામ ઉપાધ્યાયની ફરિયાદના આધારે સેવાિલયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો