તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જોખમી કેન્સરનાં દર્દી માટે રોબોટિક સર્જરી મદદરૂપ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોખમી કેન્સરનાં દર્દી માટે રોબોટિક સર્જરી મદદરૂપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હૃદયરોગ,મેદસ્વીતા અને ફેફસાની તકલીફ ધરાવતાં દર્દીઓનાં કોઇપણ પ્રકારનાં ઓપરેશનમાં ઓપરેશન પહેલાં અને પછી દર્દી અને ડોકટર બંનેએ વિશેષ તકેદારી રાખવી પડતી હોય છે. તેમાંય હાઇરીસ્કનાં દર્દીને કેન્સરની સર્જરી કરવાની હોય ત્યારે ઇન્ફેકશનનાં ચાન્સ વધી જાય છે. પરંતુ, જાણીને આનંદ થશે કે, અત્યાધુનિક રોબોટીક સર્જરીમાં માત્ર પાંચ છીદ્રમાંથી સર્જરી કરાતી હોવાથી દર્દીને ઇન્ફેકશનનો ચાન્સ લગભગ નહિવત રહે છે અને પાંચમા દિવસે હોસ્પિટલમાંથી રજા મેળવી શકે છે. અંગે જાણીતા જીઆઇ સર્જન ડો. જગદીશ કોઠારી અને ગાયનેક સર્જન ડો. કલ્પના કોઠારીનાં જણાવ્યાં મુજબ, થોડા વર્ષો પહેલાં કેન્સરની સર્જરીમાં ડાયાબીટીસનાં દર્દીનાં કિસ્સામાં ઇન્ફેકશન લાગવાનાં ચાન્સ વધુ રહેતાં હતા. પરંતુ, હાલમાં ઉપલબ્ધ થયેલી અત્યાધુનિક રોબોટીક સર્જરીમાં હાઇરીસ્કથી લઇને કેન્સરની 32 જેટલી સર્જરીમાં લેપ્રોસ્કોપીક સર્જરી કરતાં વધુ સારા પરિણામો મળ્યાં છે. માત્ર પાંચ છીદ્રથી થતી સર્જરી- પેટ ખોલીને કરાતી સર્જરીમાં હાઇરીસ્કનાં દર્દીમાં સર્જરી બાદ પછી પેટ દ્વારા શ્વાસ લેવાનું પ્રમાણ ઘટે છે. પરંતુ, રોબોટીક સર્જરીમાં પેટ પર માત્ર પાંચ છીદ્રમાંથી સર્જરી થતી હોવાથી પેટનું બ્રીધીંગ સારું રહેતાં દર્દીને ન્યુમોનિયાનું જોખમ ઘટે છે તેમજ ઝડપી રીકવરી જોવા મળે છે.

હૃદયરોગ, મેદસ્વિતા અને ફેફસાનાં રોગ જેવાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો