તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિ.નું સીટ એલોટમેન્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિ.નું સીટ એલોટમેન્ટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

એસીપીસી(એડ્મિશનકમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ) હાથ ધરેલી ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીના ભાગરૂપે મંગળવારે વિદ્યાર્થીઓના સીટ એલોટમેન્ટની જાહેરાત કરવામાં આવનાર છે.

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરી બેઠકો પર પ્રવેશ ઈચ્છુક 17000થી વધુ વિદ્યાર્થીઓના પ્રવેશ મેરિટની જાહેરાત કરાયા બાદ નિયત ધારાધોરણ મુજબ વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

ડિપ્લોમા ટુ ડિગ્રી ઈજનેરીની 43,000થી વધુ બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી અંતર્ગત એસીપીસીએ પ્રવેશ મેરિટની જાહેરાત કર્યા બાદ ચોઈસ ફીલિંગની કાર્યવાહી હાથ ધરી છે, જે અંતર્ગત વિદ્યાર્થીઓ માટેના સીટ એલોટમેન્ટની મંગળવારે જાહેરાત કરાશે.

સરકારી ડિગ્રી ઈજનેરીની બેઠકોની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ

અેસીપીસીદ્વારા સરકારી, ગ્રાન્ટ ઈનએઈડ, પીપીપી સહિતની ડિગ્રી ઈજનેરી કોલેજોની બેઠકોની ઓફ લાઈન પ્રવેશ કાર્યવાહી સોમવારે પૂરી કરાઈ છે. જે અંતર્ગત કુલ 1199 બેઠકોમાંથી 990 વિદ્યાર્થીઅોને પ્રવેશની ફાળવણી કરવામાં આવી છે, જ્યારે 209 બેઠકો ખાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો