તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગરમીને કારણે વીજળીની માગ એક મહિનામાં 50 ટકા વધી 14,336 મેગાવોટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરમીને કારણે વીજળીની માગ એક મહિનામાં 50 ટકા વધી 14,336 મેગાવોટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંછેલ્લા એક મહિનામાં વીજળીની માંગમાં 50 ટકા એટલે કે 4,100 મેગાવોટથી વધુનો વધારો નોંધાયો છે. વરસાદમાં પડેલી ઘટને કારણે સપ્ટેમ્બરમાં ગરમીનો પારો ઊંચે જતાં ફક્ત એક મહિનાના ટૂંકાગાળામાં વીજળીની માંગમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજ્ય સરકારે ખેતી માટે હાલ દરરોજ 8 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે તેમાં 2 કલાક વધારીને કૃષિ ક્ષેત્રને દરરોજ 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે.

એનર્જી એક્સપર્ટ કે. કે. બજાજે જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ચોમાસાએ લગભગ વિદાય લીધી છે. અમદાવાદ સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દિવસોથી વરસાદી ઝાપટાં પણ વરસતા નથી. આને લીધે ગરમી વધી રહી છે અને દિવસે અસહ્ય ઉકળાટથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. ગરમી વધવાને પગલે વીજળીની માંગમાં પણ વધારો નોંધાયો છે. છેલ્લાં એક મહિનામાં વીજળીની માંગમાં 4,109 મેગાવોટનો વધારો થયો છે.

વીજળીની મહત્તમ - લઘુતમ માગ વધી

વિગત10-08-2016 10-09-2016 તફાવત

મહત્તમમાંગ મે.વો. 10,22714,336 4,109

લઘુતમમાંગ 8,56112,222 3,661

વીજળીનાસ્ત્રોત

જીએસઈસીએલ24.644.8 20.2

સેન્ટ્રલ36.879.1 42.3

પ્રાઈવેટ121.7165.0 43.3

રિન્યૂએબલ45.230.1 -15.1

કુલ228.3319.0 90.7

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો