તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સીટે 78 સામે FIR નોંધાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજિલ્લા કલેક્ટરમાં સીટની બેઠકમાં કુલ 29 કેસોની ચર્ચા -વિચારણા કરવામાં આવી હતી. જેમાં 15 કેસોમાં ખોટા દસ્તાવેજો બનાવી જમીન અને મિલકતની ગેરકાયદે તબદીલી કરવાના ગુનામાં કુલ 78 આરોપીઓ સામે એફ.આઇ.આર.દાખલ કરવામાં આવી છે, જેમાંથી અત્યાર સુધીમાં 32 આરોપીની અટક કરાઇ છે. જમીન વિવાદિત કેસોમાં 2010થી અત્યાર સુધીમાં હાલ 411 ફરિયાદો પેન્ડિંગ છે.

બેઠકમાં શહેર અને જિલ્લા પોલીસના ઉચ્ચધિકારીઓ ઉપરાંત પ્રાંત ઓફિસર ઉપસ્થિત રહ્યા હતાં. જિલ્લા કલેકટર અવંતિકાસિંઘની અધ્યક્ષતામાં મળેલી સીટની બેઠકમાં 29 કેસની ચર્ચા હાથધરાઇ હતી. જિલ્લાના ધોળકા, ઘાટલોડિયા, વિરમગામ, દસક્રોઇ, સાણંદ, બા‌વળા, ધોળકા, ધંધૂકા, માંડલ અને વટવા વિસ્તારના જમીન સંબંધિત કેસોનો સમાવેશ હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો