તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોલારોડ જૈનસંઘ ખાતે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, મનુષ્યને પાંચ ઇન્દ્રિયો હોય છે. ઇન્દ્રિયોથી બે કામ થાય છે એક જ્ઞાન પ્રાપ્તિ બીજું વિષય ભોગની તૃપ્તિ. જ્ઞાન પ્રાપ્ત કરવાથી આત્મા તરફ ગતિ થાય છે.

જ્યારે ભોગ ભોગવવા જતા ઇન્દ્રિયો અને પદાર્થોની એકતા થાય છે. પદાર્થોને વિષયો પણ કહેવાય છે. વિષય અને ઇન્દ્રિયોનો યોગ થવાથી ક્ષણિક તૃપ્તિનો અનુભવ થાય છેે. આવા અનુભવના કારણે માનવ પદાર્થો તરફ ખેંચાતો રહે છે અને ક્ષણિક તૃપ્તિ બાદ તેનામાં કરી સંતોષાય તેવી તૃષ્ણા પેદા થાય છે.

આવી તૃષ્ણાની તૃપ્તિ કરવા માનવ અયોગ્ય માર્ગે જવા પ્રેરાય છે. અયોગ્ય માર્ગો તેને પરિવાર વિરોધી, સમાજ વિરોધી અને રાષ્ટ્રવિરોધી બનાવે છે. ઇન્દ્રિય તૃપ્તિના માટેના આતુર લોકો વિશ્વમાં અશાંતિ ફેલાવે છે. માટે મૂળથી સમજવાની જરૂર છે કે ઈન્દ્રિય તૃપ્તિના માટેના આતુર લોકો ‌વિશ્વમાં અશાંતિ ફેલાવે છે. માટે મૂળથી સમજવાની જરૂર છે કે ઇન્દ્રિયો અને વિષયના ભોગથી જે અનુભવો થાય છે તે સુખાભાસ છે. માટે ઇન્દ્રિય અને આત્માનો સંબંધ જોડાય તેવો પ્રયત્ન કરવો જોઇએ.

ભોગની કદી તૃપ્તિ નથી : રાજયશસૂરિશ્વરજી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો