તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | દરવર્ષની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | મંગળવારનારોજ ભાદરવા સુદ અગિયારસને જલ ઝીલણી એકાદશીની ઉજવણી કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરના રોજ આવનારી એકાદશીનું સ્વામિનારાયણ સંપ્રદાયમાં એકાદશીનું અનેરૂ મહત્વ રહેલું છે. પ્રસંગે કુમકુમ સ્વામિનારાયણ મંદિર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સવારે 7 કલાકે સ્વામિનારાયણ ભગવાનનું પૂજન અચર્ન, આરતી, અર્ચનામૃત અને બાપાશ્રીની વાતોનું પઠન કરાશે. ભગવાનને વિશિષ્ટ શણગાર કરવામાં આવશે. સાંજે 6.30થી 7.15 સમુહ પ્રાર્થના, શ્લોક ગાન, જળઝીલણી એકાદશી નિમિત્તે નંદપદવીના સંતો રચિત કીર્તનોનું ગાન
અમદાવાદ | દરવર્ષની જેમ વર્ષે પણ બકરીઇદ નિમિત્તે જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક યુવક મહાસંઘ, અમદાવાદ દ્વારા પ્રથમ રાઉન્ડમાં 183 અબોલ જીવોને અભયદાન અપાવી કાર્યકર્તાઓ દ્વારા પાંજરાપોળમાં જમા કરવામાં આવ્યા હતાં. સાથે પાંજરાપોળમાં દરેક જીવો માટે નિભાવ ખર્ચ પણ એનાયત કરવામાં આવ્યો છે. અંગે માહિતી આપતા યુવક મહાસંઘના મંત્રી પંકિતભાઇ શાહે જણાવ્યું હતું કે, વખતે અમને મળેલા ફંડમાંથી 70 ટકા ફંડ જીવ છોડાવવા માટે, 20 ટકા ફંડ જીવોને નિભાવ પેટે પાંજરાપોળમાં તથા 10 ટકા જેટલું ફંડ પશુઓની બલિપ્રથા અટકાવવા માટે તથા પશુબલિ અટકે તેની જાગૃતિ લાવવા માટેની પ્રવૃત્તિમાં ફંડમાં વપરાશે. મંગળવારના રોજ શક્ય તેટલા જીવોને અભયદાન આપવામાં આવશે. છતાંય પુણ્યના અભાવે કતલ થનારા હજારો અબોલ જીવોના આત્માને શાંતિ-સમાધિ મળે તે હેતુથી વિવિધ આયંબિલ શાળાઓમાં આયંબિલ કરાવાશે તથા નમો જિણાણમ્ જીવ અભયાણયમના જાપ કરવામાં આવશે.

બકરીઇદ પૂર્વે 183 જીવને અભયદાન અપાયું

આજે જલ ઝીલણી એકાદશીની ઉજવણી થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો