તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદના કંટોડિયાવાસ, છારાનગરમાં સૌથી વધારે દેશી દારૂનું વેચાણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના કંટોડિયાવાસ, છારાનગરમાં સૌથી વધારે દેશી દારૂનું વેચાણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરમાં 1 હજાર બુટલેગરોનું રાજ રોજ 2 લાખ લિટર દેશી દારૂ વેચે છે

માધવપુરાના બે બુટલેગરો રોજનો 5 હજાર લિટર દેશી દારૂ વેચતા હોવાનો આક્ષેપ

અમદાવાદનોએક પણ વિસ્તાર એવો નથી કે જ્યાં દેશી દારૂનું વેચાણ થતું હોય. તેમાં પણ ખાસ કરીને કાગડાપીઠનો કંટોડિયાવાસ,વટવા ગામ,સરદારનગરનું છારાનગર અને સાબરમતીનું છારાનગર ચાર વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધારે પ્રમાણમાં દેશી દારૂનું વેચાણ થાય છે. ચારેય વિસ્તાર ઉપરાંત આખા અમદાવાદમાં 1000 બુટલેગરોનું સામ્રાજ્ય છે કે જેઓ રોજનો 1.50 થી 2 લાખ લિટર દેશી દારૂ વેચે છે. જેના માટે પોલીસને 200 રૂપિયાથી માંડીને 2 લાખ રૂપિયા સુધીનું ભરણ ચૂકવવામાં આવે છે. જો કે દેશી દારૂ પ્લાસ્ટિકની કોથળીમાં 200થી 300 મીલીમાં 10 થી 15 રૂપિયામાં વેચવામાં આવે છે.

માધવપુરા વિસ્તારમાં છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી શ્રવણ અને દૂણી નામના બે બુટલેગર રોજનો 5-5 હજાર લિટર દેશી દારૂ વેચે છે. જ્યાં આખો દિવસ દારૂ પીવા વાળાનો મેળાવડો જામે છે. ત્યારબાદ મેઘાણીનગરમાં રાજુ બચી જ્યારે શાહીબાગમાં લીલા દાઢી, દાણીલીમડામાં રેખાબહેન, બાપુનગરમાં જશુબહેન, સરદારનગરમાં કમલાબહેન અને ચંદાબહેન, વટવામાં તકુબા વર્ષોથી દેશી દારૂનો ધંધો કરતા બુટલેગરો છે. મહિલા સહિતના બુટલેગરો છેલ્લા 10 વર્ષથી દેશી દારૂનો ધંધો કરે છે અને તમામની 2થી 5 વખત પાસા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જેમને પોલીસની ભાષામાં લિસ્ટેડ બુટલેગર તરીકે ઓળખવામાં આવે છે.

દેશી દારૂનો ધંધો કરવા માટે સ્થાનિક પોલીસ, એસીપી, ડીસીપી, જેસીપી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ સુધીના 7 સ્પેટમાં પૈસા ચૂકવવા પડે છે. જેથી પોલીસના માસિક ભરણમાં કોઇ નક્કી ધારાધોરણ હોતા નથી. પરંતુ નાનામા નાનો બુટલેગર પોલીસને રૂ. 200 જ્યારે મોટો રૂ. 2 લાખ ચૂકવે છે.

દેશીદારૂના ધંધામાં 80 ટકા મહિલા

અમદાવાદમાંદેશી દારૂનો ધંધો કરતા 1000 બુટલેગરો છે કે જે સત્તાવાર પોલીસ ચોપડે નોંધાયેલા છે.આ તમામ બુટલેગરો એવા છે કે જેમની 1થી વધુ વખત પાસા હેઠળ ધરપકડ થઈ છે. દેશી દારૂના ધંધામાં પુરુષો કરતા મહિલા બુટલેગરોનું સામ્રાજ્ય રહેલું છે. જેથી અમદાવાદમાં અંદાજે 700 થી 800 મહિલા બુટલેગરો દેશી દારૂનો ધંધો કરે છે.

ભાટ ગામ પાસે સાબરમતીના પટમાં બેરોકટોક દારૂ ગળાય છે.

કોન્સ્ટેબલથી અધિકારીઓ સુધી ભરણ ચૂકવાય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો