તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રબારી સમાજ દ્વારા સરસ્વતી શિક્ષણરથનું આયોજન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રબારી સમાજ દ્વારા સરસ્વતી શિક્ષણરથનું આયોજન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રશહેરમાં વસતા રબારી સમાજના લોકોમાં શિક્ષણ અંગે જાગૃતિ આવે તેના હેતુંથી રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રેક્ટ સરસ્વતી શિક્ષણરથ શહેરના માર્ગોમાં ફેરવવા આવશે. રથનું પ્રસ્થાન 15 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સવારે 9 કલાકે પીરાણા વિસ્તારમાં આવેલા પીરાણા ધામ ખાતેથી કરવામાં આવશે.

જે કોઇ વિસ્તારમાં રબારી સમાજના લોકો વસતા હશે ત્યાં રથ ફરશે. માત્ર એટલું નહી દરેક વિસ્તારમાં રબારી સમાજના આગેવાનો, રાજકારણીઓ, સંતો-મહંતો પણ વિશેષ ઉપસ્થિત રહેશે. રોજ રાત્રે ડાયરાના પણ કાર્યક્રમો કરવામાં આવનારા છે. અંગે માહિતી આપતા રવિભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રબારી સમાજના વિદ્યાર્થીઓને સારૂ શિક્ષણ મળે તે હુંથી અમે રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના એક શિક્ષણ સંકુલનું નિર્માણ કાર્ય કરવા જઇ રહ્યા છીએ. માટે જરૂરી ફંડ મળી રહે અને સાથોસાથ સમાજના લોકોમાં શિક્ષણ અંગે જાગૃતિ પણ આવે. દીકરા સાથે દીકરીઓને પણ સારૂ શિક્ષણ વડીલો દ્વારા આપવામાં આવે તેવો મેસેજ આપવાનો છે. માત્ર અમદાવાદ શહેરમાં નહી સમગ્ર રાજ્યમાં શિક્ષણ રથ ફેરવવાનું આગામી સમયમાં આયોજન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો