તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • RTOમાં બે દિવસની એપોઇમેન્ટનો ભરાવો થતાં સોમવારે ભારે હોબાળો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RTOમાં બે દિવસની એપોઇમેન્ટનો ભરાવો થતાં સોમવારે ભારે હોબાળો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇદનીરજામાં ફેરફાર થવાના પગલે સુભાષબ્રિજ આરટીઓમાં બે દિવસની એપોઇમેન્ટનો ભરાવ થઇ જતાં સોમવારે ભારે હોબાળો થઇ ગયો હતો. સામાન્ય રીતે એક દિવસમાં હજારથી વધુ એપોઇમેન્ટનો નિકાલ થતો હોય છે. પરંતુ મંગળવારે એપોઇમેન્ટ લેનાર અરજદારો પણ સોમવારે આવી પહોંચતા અવ્યવસ્થા સર્જાઇ હતી. જેના પગલે આરટીઓ કર્મીઓએ પોલીસ બોલાવી હતી.

આરટીઓમાં પ્રથમવાર કાચા લાયસન્સમાં એક દિવસમાં હજારના બદલે 1900થી વધુ અરજદારો આવી પહોંચ્યા હતાં. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ દરમિયાન એપોઇમેન્ટ લેનાર અરજદારોનો ભરાવ થઇ ગયો હતો. તેમ છતાં કાચા લાયસન્સનું કામ કરતી સ્માર્ટચીફ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારોને અધવચ્ચેથી પ્રવેશ આપતાનંુ અરજદારોએ જણાવ્યું હતું કે કંપનીના કર્મચારીઓની ગોઠવણ ખુલ્લી પડી જતાં અરજદારોએ ભારે હોબાળો મચાવ્યો હતો. બીજીતરફ અધિકારીઓ કેબીનમાં બેસી રહ્યાનું અરજદારોએ જણાવ્યું હતું.

સ્થિતિનો એજન્ટો ફાયદો ઉઠાવ છે

સુભાષબ્રિજઆરટીઓ અને એઆરટીઓ વચ્ચે કેટલાક સમયથી સંકલનનો અભાવનું કારણ બંને વચ્ચે અણબોલા જાણવા મળ્યું છે. જેના કારણે કોઇ પણ સ્થિતીમાં ત્વરિત નિર્ણય લેવાતો નથી. જેનો એજન્ટો ભરપૂર ફાયદો ઉઠાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો