તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ડેન્ગ્યુનો શિરોટાઈપ બદલાયો, પોઝિટિવ કેસમાં ‘ટાઈપ 3’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેન્ગ્યુનો શિરોટાઈપ બદલાયો, પોઝિટિવ કેસમાં ‘ટાઈપ-3’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સપ્ટે.માં પોઝિટિવ નોંધાયેલા 14માંથી 11ને ‘ટાઈપ-3’

નવો પ્રકાર ઓછો જીવલેણ હોવાથી તંત્રને હાશકારો થયો

અમદાવાદશહેરમાં છેલ્લા બે મહિનાથી ડેન્ગ્યુ પણ બેકાબૂ બની રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. વર્ષે ડેન્ગ્યુના શિરોટાઈપ બદલાતા મ્યુનિ.હેલ્થ વિભાગે અંશત: હાશકારો વ્યક્ત કર્યો છે.

સામાન્ય રીતે, ડેન્ગ્યુના ચાર પ્રકારના શિરોટાઈપ હોય છે. જેમાં ટાઈપ 1 અને 2 ખૂબ જોખમી ગણાય છે. અર્થાત્ ટાઈપમાં વ્યકિતના મૃત્યુની સંભાવના રહેલી હોય છે. પણ ટાઈપ-3 અને 4 માં મૃત્યુની સંભાવના નહિવત્ હોય છે. કુલ 14 કેસમાંથી 11 માં ટાઈપ-3 શિરોટાઈપ હોવાનું સીરમ સેમ્પલથી સ્પષ્ટતા થઈ છે. બે કિસ્સામાં ટાઈપ-1 અને 3 બન્નેનું મિક્સ ઈન્ફેક્શન પણ જણાયું છે.

સામાન્ય રીતે,ડેન્ગ્યુનાં શિરોટાઈપમાં દર વર્ષે જાજો ફેરફાર થતો નથી. પણ વર્ષે અમદાવાદ સહિત દેશભરમાં તેના શિરોટાઈપમાં ફેરફાર જણાયો છે. જેના કારણે ડેન્ગ્યુનાં કેસ વધવા છતાં મૃત્યુઆંક ઘણો નીચો છે. અત્યારસુઘીમાં એક વ્યકિતનું મૃત્યુ થયું છે.

સપ્ટેમ્બર મહિનામાં મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા કુલ 14 પોઝિટિવ કેસમાં સીરમ સેમ્પલ લીધા હતા. જેમાંથી 11 વ્યકિતઓને ટાઈપ-1 શિરોટાઈપ જણાયા છે. હેલ્થ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ કહ્યું કે, વર્ષે મોટા ભાગના કિસ્સામાં ડેન્ગ્યુનાં કેસમાં મૃત્યુનું પ્રમાણ નહિવત્ હોવાના શિરોટાઈપ જણાયા છે. આમ છતાં ડેન્ગ્યુ હોવાને કારણે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો