તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • તોફાનીઓને ઓળખવા કલર ટિયરગેસ ચલાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તોફાનીઓને ઓળખવા કલર ટિયરગેસ ચલાવાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તોફાનોકરતા ટોળામાં રહેલા લોકોને ઓળખી પાડવા માટે પોલીસે કલર ટીયરગેસ ખરીદ્યા છે. કલર ટિયરગેસ હવામાં ફાયર કરાશે જેમાંથી કલર નીકળશેે.જે કલર ટોળામાં રહેલા લોકોનાં કપડા, વાળ કે શરીરના કોઇ પણ અંગ ઉપર પડશે. કલર ત્રણ દિવસ સુધી ચોંટેલો રહેશે. ટોળામાંથી ફરાર થઇ ગયેલા લોકો ત્રણ દિવસની અંદર બહાર નીકળે ત્યારે અથવા પોલીસના સર્ચ તપાસ દરમિયાન શરીરે કે માથાના વાળમાં રહેલ કલરના કારણે આરોપી સહેલાઇથી પકડાઇ જશે.

રાજ્યના પોલીસ મોડર્નાઇઝેશન દ્વારા પોલીસ માટેના શસ્ત્રો ખરીદવામાં આવે છે. સમગ્ર દેશમાં ગુજરાત પોલીસ લેટેસ્ટ શસ્ત્રો ધરાવે છે. કોમી તોફાનો, આંદોલનો કે પછી નાના-મોટા બનાવ વખતે એકત્રિત થયેલા ટોળાને કાબૂમાં લેવા માટે ગુજરાત પોલીસ પાસે 36 પ્રકારના ટિયરગેસ છે. જેમાં આંખમાં બળતરા થવા, મોટા ધડાકા, ધુમાડો નીકળવો સહિતના ટીયરગેસ છે.

જ્યારે વોટર કેનનમાં કલરની ડાઇસ ભેળવી લોકો પર પાણીનો મારો કરાય છે. ધમાલ શાંત થયા બાદ ટોળામાં ભાગ લેનારાની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસને ઘણી તકલીફ પડે છે. અને આરોપીની ઓળખ ના થતાં ઘણા લોકો પોલીસથી બચી જવામાં સફળ થાય છે. પરંતુ હવે ગુજરાત પોલીસે આવા લોકોને ઓળખી પાડવા કલર ટિયરગેસ ખરીદ્યા છે. જેના કારણે ધમાલ કરનારા લોકો સહેલાઇથી બચી નહીં શકે.

નવા શસ્ત્રો ખરીદાશે

^દેશમાંગુજરાત પોલીસ પાસે લેટેસ્ટ શસ્ત્રો છે. પોલીસની સંખ્યા કરતા ડબલ શસ્ત્રો છે. નવા શસ્ત્રો ખરીદવામાં આવી રહ્યા છે. જેમાં પ્રકારના ટિયરગેસ પણ છે. > વિનોદમલ્લ,એડીજીપી, પોલીસમોર્ડનાઈઝેશન

ટિયરગેસનો રંગ ત્રણ દિવસ સુધી જશે નહીં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો