તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લંડનમાંબે દર્દીનું રવિવાર ચોથી સપ્ટેમ્બરનાં રોજ સૌ પ્રથમવાર રોબોટિક સર્જરીની મદદથી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. યુરોપમાં થયેલા પ્રથમ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરીની ડોકટરોની ટીમમાં અમદાવાદની કિડની ઈિન્સ્ટટ્યૂટ (આઇકેડીઆરસી)નાં સર્જને મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી ખાતે રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરી રહેલાં અને સિવિલ કેમ્પસમાં આવેલી કિડની ઈિન્સ્ટટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરનાં કિડની ટ્રાન્સપ્લાન્ટ વિભાગનાં વડા ડો. પ્રાંજલ મોદીએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમદાવાદ રોબોટિક સર્જરીમાં અગ્રેસર રહ્યું છે. જયારે યુરોપની પ્રથમ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી હતી. આપણે અમદાવાદમાં આઇકેડીઆરસીમાં પ્રકારની 277થી વધુ સર્જરી કરી ચુક્યાં છે. જેમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, જર્મની અને બાંગ્લાદેશનાં દર્દીની આપણે સર્જરી કરી ચૂક્યા છીએ.

સર્જરી માટે મને લંડન બોલાવ્યો તે પહેલાં ગેઝ હોસ્પિટલ અને ઓક્સફોર્ડ હોસ્પિટલ બંનેનાં કન્સલટન્ટ અમદાવાદ આવીને ગયાં. હું ગત 2જી સપ્ટેમ્બરથી લંડનમાં છું અને લખાઇ રહ્યું છે ત્યારે લંડન ખાતેનાં ગેઝ એન્ડ થોમસ એનએચએસ ફાઉન્ડેશન ટ્રસ્ટ ખાતે પ્રથમ રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી થઇ રહી છે. તેમજ મંગળવારે બીજી સર્જરી કરાશે. સર્જરી સફળ થતાં યુકેમાં રોબોટિક ટ્રાન્સપ્લાન્ટ સર્જરી ક્ષેત્રે નવા અવકાશો પ્રાપ્ત થવાની શક્યતા સેવાઈ રહી છે.

અમદાવાદના ડો. પ્રાંજલ મોદી

સર્જરી કેવી રીતે થઇ

રોબોટિકસર્જરીમાં ડોકટરનાં હાથનો કંટ્રોલ હાથનાં કાંડા પર પહેરેલાં ખાસ પ્રકારનાં કોન્સોલ દ્વારા થાય છે. જેમાં પેટ પર નાના હોલ દ્વારા દર્દીનાં પેટ સુધી પહોંચીને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.

કેન્ટમાં રહેતાં બે દર્દી 42 વર્ષીય મહિલા સીઓન મોરીસ અને એન્ડી બ્રુક્સ પર રોબો આસીસ્ટેડ કિડની ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરાઇ છે. સામાન્ય રીતે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયાં પછી દર્દીને 15થી 20 દિવસ સુધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રખાય છે. પરંતુ, રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટમાં ટીશ્યુને ઓછામાં ઓછું ડેમેજ થયું હોવાથી 4 દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કરાયા હતા. સીઓન મોરીસે જણાવ્યું હતું કે, મારંુ પહેલાં પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું જે ઘણું પીડાદાયક હતું પણ રોબોટિક ટ્રાન્સપ્લાન્ટમાં દુખાવો 80 ટકા ઘટી ગયો જેથી સર્જરીની ખબર પડી.

રોબોટિક સર્જરી: અમદાવાદનું કૌશલ્ય UKમાં કામ આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો