તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદુપુરા આવાસના 224 પરિવારોને મ્યુનિ. પીવાનું પાણી આપી શકતી નથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદુપુરા આવાસના 224 પરિવારોને મ્યુનિ. પીવાનું પાણી આપી શકતી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
1 વર્ષથી પીડબ્લ્યૂ આવાસ યોજના હેઠળ 224 પરિવારને મકાનો અપાયા. અહીં 1000થી વધારે લોકો રહે છે. પાણી માટે અહીં બોર બનાવાયો છે. બોરના પાણીમાં ક્ષારનું પ્રમાણ વધારે હોવાથી રહીશોએ કોર્પોરેશન પાસે ફિલ્ટર મશીનની અનેક વખત માગણી કરવા છતાં તેનો ઉકેલ આવ્યો નથી.

અંગે અશોક પરમારના નામના રહીશે જણાવ્યું હતું કે, પાણી પીવાથી લોકોને પેટમાં દુખાવાની સમસ્યા હોવાથી તેમના હેલ્થ વિભાગે પાણીનું પરીક્ષણ કરીને કહ્યું હતું કે પાણી પીવાલાયક નથી જેથી અમે ફિલ્ટર મશીન માટે કોર્પોરેશનને રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કશું થયું નથી. રહીશોએ છેલ્લી અરજી 11 ઓગસ્ટે કરી હતી. અંગે મ્યુનિ. ડેપ્યુટી કમિશનર બચાણીએ જણાવ્યું હતું કે, ‘આવુ મારા ધ્યાને આવ્યું નથી. હું તપાસ કરીને જોઇશ કે આવું હશે તો નિકાલ કરીશું.’

વસ્ત્રાલ ખાતે રિલાયન્સ પેટ્રોલપંપ પાસે આવેલા ઔડાના મકાન સસ્તાભાવે અપાવવાનું જણાવી અમરાઈવાડીના રહીશ ધનીરામ પાલ પાસેથી રૂ. 2.80 લાખ પડાવી લેનારા સરકારી કર્મચારી દેવાંગ ભટ્ટ વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. દેવાંગ ભટ્ટ ગાંધીનગર ખાતેની અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક કચેરીમાં નોકરી કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ધનીરામની ફરિયાદ અનુસાર, 3 માર્ચ 2011 બાદ દેવાંગ ભટ્ટ નામની વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. દેવાંગે ધનીરામને વસ્ત્રાલમાં ઔડાનાં મકાન સસ્તા ભાવે અપાવવાનું કહી 2.80 લાખ પડાવી લીધા હતા.

દેવાંગે ધનીરામને એક મકાનની ચાવી આપી જણાવ્યું હતું કે, મકાન આજથી તમારું છે. ધનીરામ પાસે મકાનની ચાવી આવી જતાં તે ખુશ થઈ ગયો હતો. જોકે પાછળથી ઔડાના મકાનની હરાજીમાં તમામને મકાન ફાળવી દેવાતા ધનીરામને મકાન મળતા આખરે ભાંડો ફૂટ્યો હતો.

મ્યુનિ. પાસેથી ફિલ્ટર મશીન કે પાણીનું જોડાણ પણ મળતું નથી

શિવશક્તિ આવાસના ફ્લેટધારકોને 1 વર્ષથી બોરનું ક્ષારયુક્ત પાણી પીવું પડે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો