તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 517 વિદ્યાર્થીઓને બે વર્ષ સુધીની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

517 વિદ્યાર્થીઓને બે વર્ષ સુધીની પરીક્ષામાંથી બાકાત રાખવાની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતયુનિવર્સિટીની સાયન્સ,કોમર્સ,આર્ટ્સ સહિતની વિવિધ વિદ્યાશાખાની એપ્રિલ-મે મહિનામાં યોજાયેલી પરીક્ષાઓમાં ચોરી કરતા પકડાયેલા 532 વિદ્યાર્થીઓની સુનાવણી પરીક્ષા શુદ્ધિ સમિતિએ હાથ ધરી છે. જેના ભાગરૂપે કુલ મળીને 517 વિદ્યાર્થીઓને એક વિષયમાં નાપાસ કરવાથી માંડીને જે વર્ષની પરીક્ષા આપી હોય તે આખી પરીક્ષામાં નાપાસ કરવાથી માંડીને એફ પ્લસ ટુ એટલે કે પછીના બે વર્ષોની પરીક્ષામાંથી બાકાત રાખવા સુધીની આકરી સજાની જાહેરાત કરાઈ છે. બીજી તરફ 15 વિદ્યાર્થીઓ એવા છે કે જેમની સામે કોપી કેસ પુરવાર થવાથી તેમની સામે સજા નક્કી થઈ નથી.

હાથે લખેલી કાપલી સહિતની વિવિધ પ્રકારની પદ્ધતિની મદદથી ચોરી કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની સામે કોપીકેસ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની સજા નક્કી કરવા માટે બે મહિનામાં પરીક્ષા શુદ્ધિ સમિતિ દ્વારા ત્રણ તબક્કામાં સુનાવણી હાથ ધરી સજા નક્કી કરવામાં આવી છે.

સજા વિદ્યાર્થી

એકવિષયમાં નાપાસ 15

એકવિષય,ચાલુ પરીક્ષામાં નાપાસ 480

ચાલુપરીક્ષાના તમામ વિષયમાં નાપાસ 20

પછીનીપરીક્ષામાંથી બાકાત રખાયા

ચાલુ પરીક્ષાના તમામ વિષયમાં નાપાસ 02

પછીનીબે પરીક્ષાઓમાંથી બાકાત રખાયા

નિર્દોષ 15

કુલ532

બધાને સાંભળી સજા નક્કી કરાઈ છે

^કોપીકેસમાંપકડાયેલ વિદ્યાર્થીઓ, કોપીકેસ કરનાર ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિઓને બોલાવીને બધા પક્ષોને સાંભળીને વિદ્યાર્થીઓની સજા નક્કી કરવામાં આવી છે. > ડો.મહેશપટેલ, ઈનચાર્જ,કુલપતિ, ગુજરાત યુનિવર્સિટી

15 વિદ્યાર્થીને એક વિષયમાં નાપાસ કરાયા, 15 નિર્દોષ જાહેર

યુનિ.ની એપ્રિલ-મેની પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ દંડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો