• Gujarati News
  • National
  • સુરેન્દ્રનગરમાં પરિણીતાનું ન્યૂમોનિયાથી મોત

સુરેન્દ્રનગરમાં પરિણીતાનું ન્યૂમોનિયાથી મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર છેલ્લા થોડા દિવસોથી ડબલ ઋતુનો લોકોને અનુભવ થતા રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે શહેરમાં ન્યુમોનીયાના લીધે ત્રણ સંતાનોની માતા મોતને ભેટતા અરેરાટી ફેલાઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર જનરલ સ્ટોર ચલાવતા નીખીલભાઇ ગાયત્રી સોસાયટીમાં રહે છે. નીખીલભાઇના પત્ની 32 વર્ષીય પ્રીતીબેનને ઉત્તરાયણ બાદથી ધીમો ધીમો તાવ આવતો હતો. આથી શહેરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર લીધી હતી. ત્યારબાદ વધુ અસર જણાતા સારવાર માટે છેલ્લા બે દિવસથી અમદાવાદની સીવીલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જયાં વિવિધ ટેસ્ટ કરાવતા પ્રીતીબેનને ન્યુમોનીયા હોવાનું નિદાન થયુ હતુ.

પરંતુ સારવાર કારગત ન નીવડતા પ્રીતીબેને બુધવારે રાત્રે દમ તોડી દેતા મોત થયુ હતુ. પ્રીતીબેનને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. જેમાં પુત્રની ઉંમર હજુ છ માસની જ છે. ત્યારે કાળની કારમી થપાટથી ત્રણ સંતાન માતા વિહોણા થતા પરીવાર પર આભ તૂટી પડ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...