તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પડતર માંગણી મુદ્દે PM કાર્યાલયનો 11મી સપ્ટેમ્બરે ઘેરાવ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પડતર માંગણી મુદ્દે PM કાર્યાલયનો 11મી સપ્ટેમ્બરે ઘેરાવ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશનીસીમાડા સુરક્ષિત રાખનારા જવાનો, અર્ધ સૈનિક દળોના રીટાયર્ડ જવાનો, તેમની વિધવાઓ, આશ્રિતોના ઘણા લાંબા સમયથી પડતર માંગણી જેવી કે વન રેંક વન પેન્શન અને અન્ય 16 જેટલી માગણીઓ પેન્ડીંગ હોવા છતાં સરકાર તેના ઉકેલ માટે ધ્યાન આપતી નહીં હોવાથી આગામી તા.11 સપ્ટેમ્બર-16 ના રોજ જંતર-મંતર દિલ્હી ખાતે સવારે 10 કલાકે સમગ્ર ભારતના રીટાયર્ડ જવાનો, તેમની વિધવાઓ, બાળકો એકત્રિત થઇ વડાપ્રધાન કાર્યાલયના ઘેરાવના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે.

અમદાવાદ જિલ્લા પ્રમુખ (ગુજરાત પેરા મિલિટ્રી ફોર્સ વેલફેર કમિટી) મફતલાલ ડી. મકવાણાના જણાવ્યા મુજબ દેશના સૈનિકો દુશ્મનની ગોળી ઝીલી શહીદ થયા હોવા છતાં સરકાર શહીદનો દરજ્જો આપતી નથી. 2004 પછી પેન્શન બંધ છે. રીટાયર્ડ સૈનિકને હાલમાં રીઝર્વેશન કેટેગરીના કોઇ લાભ મળતા નથી.

આપણા સૈનિકો સરહદ ઉપર જાનના જોખમે 21 હજાર ફૂટની ઉંચાઇ ઉપર બારેમાસ ઠંડી, ગરમી, બફર, વરસાદની પરવા કર્યા વગર દેશના સીમાડા સુરક્ષિત રાખે છે છતાં સરકાર અમોને હકના લાભો મળવા જોઇએ તે આપતી નથી. અમોને ઘોર અન્યાય થઇ રહ્યો છે.

તમામ પ્રશ્નો ઉકેલવા માટે અગાઉ નરેન્દ્રભાઇ મોદીએ આશ્વાસન આપેલ પરંતુ હવે કેન્દ્ર સરકાર તો ઠીક પણ રાજય સરકાર પણ પેરા મિલિટ્રી ફોર્સના નિવૃત જવાનોના પ્રશ્ને જવાબ આપતી નથી. હવે અમારી ધીરજ ખૂટી છે, તમામ પ્રશ્નો ઉકેલ માટે તા.11 સપ્ટેમ્બર-16 ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન કાર્યાલયને ઘેરાવનો પ્રોગ્રામ યોજવામાં આવેલ છે. ગુજરાત વેલફેર કમિટીના પ્રમુખ જીતેન્દ્ર દેવમુરારી દ્વારા ગુજરાતના સમસ્ત રીટાયર્ડ જવાનોને મુદ્દે અેક થવા માટે અનુરોધ કર્યો છે.

અર્ધ સૈનિક દળોના નિવૃત જવાનો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો