તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખાખરાળા પાસે પ્રેમીપંખીડાનો ટ્રેન નીચે પડતંુ મૂકીને આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાખરાળા પાસે પ્રેમીપંખીડાનો ટ્રેન નીચે પડતંુ મૂકીને આપઘાત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લાના મૂળી તાલુકાના ખાખરાળા ગામ પાસે આવેલ રેલવે ટ્રેક પર પલાસાની યુવતી અને અમદાવાદના યુવાને એક સાથે અપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. જ્યારે યુવક પરીણિત હોવાથી અને તેની પત્નીને ગર્ભ હોવાથી બે જીંદગીએ છત્રછાયા ગુમાવી હતી. જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે.

મૂળી તાલુકામાં આપઘાતના બનાવો ચિંતાજનક વધી રહ્યા છે. ત્યારે ખાખરાળા પાસે પ્રેમી પંખીડાઓએ સંગાથે ટ્રેઇન નીચે ઝંપલાવી મોતને વ્હાલુ કરવાની ઘટના સામે આવી છે. અંગે મૂળી પોલીસ મથકેથી મળતી માહિતી મુંજબ મૂળી તાલુકાના પલાસા ગામે રહેતા કાળુભાઇ ઘરમશીભાઇ સારલાની 19 વર્ષીય પુત્રી હેતલબેનને મૂળ અમદાવાદના અને હાલ પોતાના મામાના ઘેર રહીને ખેતી કરતા ભાવેશભાઇ રામજીભાઇ કોરડીયા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. તેમના પરિવારને બંન્નેના પ્રેમપ્રકરણની જાણ થતા યુવાનને અમદાવાદ મોકલી દીધો હતો. પરંતુ યુવાન તેની પત્ની સાથે તરણેતરનો મેળો માણવા માટે આવ્યો હતો. અને બંન્ને પ્રેમી પંખીડા એક બીજાને મળ્યા હતા.

જેમાં કોઇ કારણોસર ગુરૂવારે વહેલી સવારે બંન્નેએ ખાખરાળા રેલ્વે ટ્રેક પર જઇને ટ્રેન નીચે ઝંપલાવીને મોતને વ્હાલુ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઇ છે. મૃતક યુવાન પરણીત છે. અને તેની પત્નિ હાલ ગર્ભવતી હોવાનું પણ જાણવા મળતા બે જીવોએ છત્ર છાયા ગુમાવી છે.

અંગેની જાણ મૂળી પોલીસને થતા સ્ટાફના શેલેષભાઇ મહેતા રાજપાલસિંહ, રણજીતસિંહ, રાયસંગભાઇ સહિતનાઓએ ઘટના સ્થળે દોડી જઇ બંન્નેની લાશનો કબજો લઇ પી.એમ માટે મોકલી આપી હતી. જ્યારે અકસ્માતનો ગુનો નોંધી કયા કારણોસર બંન્નેએ આત્મહત્યા કરી સહિતની વધુ તપાસ એસ.ડી.મહેતા ચલાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઘટનાથી શોકની લાગણી ફેલાઇ છે.

યુવકની પત્ની ગર્ભ હોવાથી બે જિદંગીએ છત્રછાયા ગુમાવી

અ’વાદના પરીણિત યુવાનને પલાસાની યુવતી સાથે પ્રેમ થયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો