તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ખોટુ પેઢીનામું બનાવવાના કેસમાં કાચ્છઇના આઠ આરોપીને 3 વર્ષની સજા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટુ પેઢીનામું બનાવવાના કેસમાં કાચ્છઇના આઠ આરોપીને 3 વર્ષની સજા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ | મહેદાવાદના કાચ્છઇ ગામમાં 2003માં કુટુંબીભાઇનું ખોટુ પેઢીનામુ બનાવવાના કેસમાં આઠ આરોપીને નડિયાદની કોર્ટે ત્રણ વર્ષની કેદની સજા અને કુલ 40 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો. અમદાવાદના સાણંદમાં રહેતા ભીખુભાઇ રામસીંગ વાઘેલાના સબંધીની મહેમદાવાદના કાચ્છઇની સીમમાં વડિલો પાર્જીત જમીન આવેલી છે. જમીન પચાવી પાડવા માટે ખાેટુ પેઢી નામુ બનાનામાં આવ્યું હતું. સંદર્ભે ભીખુ વાઘેલાની ફરિયાદના આધારે મહેમદાવાદ પોલીસે તા. 17 જાન્યુઆરી 2003 નારોજ ચીમનસીંગ પ્રભાતસીંગ મહિડા સહિત કુલ 10 આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો. જેનો કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતાં પુરાવાઓ ગ્રાહ્ય રાખ્યા બાદ ન્યાયાધિશ પી.એ. પટેલે આરોપી ચીમન પ્રભાત, વિક્રમ પ્રભાત, ભરત પ્રભાત, વિનુ પ્રભાત, જયાબેન સહિત આઠ આરોપીને ત્રણ વર્ષની કેદની સજા અને 40 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો