તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજ્યમાં કઠોળનું વાવેતર 72 ટકા, જ્યારે મગફળીનું 26 ટકા સુધી વધ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યમાં કઠોળનું વાવેતર 72 ટકા, જ્યારે મગફળીનું 26 ટકા સુધી વધ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

ખરીફવાવેતર વિસ્તારમાં સારા વરસાદના કારણે સારી વૃદ્ધિ થઇ છે. ગુજરાતમાં વાવેતર પર બીજા રાઉન્ડનો વરસાદ સારો થતા કઠોળ, તેલીબિયાં પાકોના વાવેતરમાં જંગી વૃદ્ધિ થઇ છે. વાવેતર વિસ્તારમાં વધારા સાથે કૃષિ ઉત્પાદન તેમજ ઉત્પાદકત્તામાં વધારો થશે તેવું કૃષિ નિષ્ણાતોનું કહેવું છે. ગુજરાતમાં તારીખ 6 સપ્ટેમ્બર સુધીમાં વાવેતર વિસ્તારમાં ગતવર્ષની સાપેક્ષમાં વધારો થઇને 83.56 (83.08) લાખ હેક્ટરમાં રહ્યો હોવાનું રાજ્ય સરકારના કૃષિ ખાતાના અહેવાલમાં દર્શાવાયું છે.

કઠોળમાં ખેડૂતોને અન્ય પાકોની તુલના સારા ભાવ મળશે તેવી માન્યતાના કારણે વાવેતર વિસ્તાર 72 ટકા વધી 71.71 (41.70) લાખ હેક્ટરમાં રહ્યો છે. આંતરપાક તરીકે અડદ તથા મઠના મોટા પાયે વાવેતર થયા છે. તુવેરનું વાવેતર 49 ટકા વધીને 3.39 (2.28) લાખ હેક્ટર, અડદનું 1.99 (0.68) લાખ હેક્ટરમાં વાવેતર રહ્યું છે. જંગી વાવેતરના કારણે રાજ્યમાં કઠોળ પાકોનું રેકોર્ડ વાવેતર થાય તેવો અંદાજ છે. કપાસના નીચા ભાવ તેમજ ગુલાબી ઇયળના ઉપદ્રવના કારણે ખેડૂતો કપાસના વાવેતરથી દૂર થતા કપાસના વાવેતરમાં 14 ટકાનો જંગી ઘટાડો થઇને માત્ર 23.83 (27.58) લાખ હેક્ટરમાં નોંધાયું છે જેના કારણે કઠોળ તેમજ તેલીબિયા પાકોના વાવેતરમાં વૃદ્ધિ થઇ છે. તેલીબિયાં પાકોનું ખાસકરીને મગફળીનું રેકોર્ડ બ્રેક 16.30 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે જે અગાઉના વર્ષની તુલનાએ 26 ટકા વધુ છે. વાવેતરમાં વૃદ્ધિ સાથે પાકને અનુકુળ વરસાદ થતા મગફળીનું ઉત્પાદન 30-32 લાખ ટનને આંબી જાય તેવો સરકાર દ્વારા અંદાજ મુકાઇ રહ્યો છે. મગફળીની સાથે સોયાબીનના વાવેતરમાં પણ 50 ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે તલનું 12 ટકા તથા એરંડાનું 33 ટકાનું વાવેતર ઘટ્યું છે. એરંડાનું વાવેતર માત્ર 4.75 (7.09) લાખ હેક્ટરમાં રહ્યું છે.

અનાજ પાકોમાં જુવાર,ડાંગને બાદ કરતા મકાઇ અને બાજરીના વાવેતરમાં વૃધ્ધિ થઇ છે. ક્રૂડના નીચા ભાવ અને ગમની નિકાસમાં ઘટાડો થતા ગવારમાં ખેડૂતોને પુરતા ભાવ મ‌ળવાના કારણે ગવારના વાવેતરથી દૂર થતા 34 ટકાનો ઘટાડો થઇ માત્ર 2.10 (3.17) લાખ હેક્ટરમાં રહ્યું છે.

સારા વરસાદથી વાવેતર વિસ્તાર 84 લાખ હેક્ટર આંબ્યો

વિગત સરેરાશ 6-9-156-9-16

ડાંગર77447908 7813

બાજરી22291454 1789

મકાઇ32263009 3240

તુવેર23462280 3388

મગ10521013 1394

મગફળી1393812957 16300

તલ13911519 1331

કપાસ2821027580 23833

કુલ8671583082 83564

(નોંધ: વાવેતર વિસ્તાર \\\'00 હેક્ટરમાં છે)

વાવેતર વિસ્તારની સ્થિતિ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો