તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સોફ્ટવેર રોબોટિક્સનો દેશમાં સૌ પ્રથમ ICICI બેંકમાં અમલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોફ્ટવેર રોબોટિક્સનો દેશમાં સૌ પ્રથમ ICICI બેંકમાં અમલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આઇસીઆઇસીઆબેંકે 200થી વધારે પ્રક્રિયાઓમાં ‘સોફ્ટવેર રોબોટિક્સ’ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે. ‘સોફ્ટવેર રોબોટિક્સ’ સ્થાપિત કરનાર આઇસીઆઇસીઆઈ બેંક દેશમાં પ્રથમ અને વિશ્વની થોડી બેંકોમાં સામેલ થઇ છે.

‘સોફ્ટવેર રોબોટ્સ’ કે તેની ‘વર્ચ્યુઅલ વર્કફોર્સ’એ ગ્રાહકોના રિસ્પોન્સ ટાઇમમાં 60 ટકા સુધીનો ઘટાડો કર્યો છે અને સચોટતામાં 100 ટકાનો વધારો કર્યો છે. જે દિવસ દરમિયાન 10 લાખથી વધારે બેંકિંગ વ્યવહાર હાથ ધરે છે. રિટેગ બેંકિંગ કામગીરી, એગ્રિ-બિઝનેસ, ટ્રેડ એન્ડ ફોરેક્સ, ટ્રેઝરી અને માનવ સંસાધન વિભાગો સામેલ છે. બેંકે મોટા ભાગે ઇન-હાઉસ ‘સોફ્ટવેર રોબોટિક્સ’ પ્લેટફોર્મનો અમલ કર્યો છે, ચહેરા અને અવાજ દ્વારા ઓળખ જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં કામગીરીને આગળ ધપાવી છે, નેચરલ લેંગ્વેજમાં પ્રોસેસિંગ કર્યું છે, મશીનનું શિક્ષણ જેવી કામગીરી હાથ ધરી છે. રિટેલ બેંકિંગ ઓટોમેશનના કારણે 30 ટકા નોકરીઓનો અંત આવી શકે છે? તેવા પ્રશ્નના જવાબમાં બેંકના એમડી અને સીઇઓ શ્રીમતી ચંદા કોચરે કહ્યું હતું કે બેંકિંગ ઉદ્યોગ મોટા પાયે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે છતાં છેલ્લાં 10 વર્ષમાં સીધી રોજગારીમાં બેંકિંગ સેવાઓમાં 6થી 7 લાખ રોજગારીનો વધારો થયો છે. જો એનબીએફસીને સામેલ કરીએ, તો કુલ રોજગારી 30 લાખ થાય છે. માટે જો આપણે 1:4 રેશિયોમાં આનુષંગિક રોજગારી ઉમેરીએ, તો બેંકિંગ અને તેની સાથે સંબંધિત ઉદ્યોગો દ્વારા કરોડો લોકોના જીવનમાં હકારાત્મક અસર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો