તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • 17 માસના વિરામ બાદ સેન્સેક્સ 29000 ક્રોસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

17 માસના વિરામ બાદ સેન્સેક્સ 29000 ક્રોસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બીએસઇસેન્સેક્સ આજે વધુ 119 પોઇન્ટ ઉછળી 29000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઊપર બંધ રહ્યો હતો. રિયાલ્ટી, હેલ્થકેર, એફએમસીજી, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ મેટલ્સ અને સ્મોલ-મિડકેપ સેગ્મેન્ટમાં ફરી લાવ-લાવની સ્થિતિ રહી હતી. તેના કારણે સેન્સેક્સ 17 માસના વિરામ બાદ ફરી 29000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો છે. સેન્સેક્સની સાથે નિફ્ટી પણ 8900 પોઇન્ટની સપાટી ક્રોસ કરી બંધ રહ્યો હતો. તે આજે 34.55 પોઇન્ટના સુધારા સાથે 8952 પોઇન્ટ બંધ રહ્યો હતો. જોકે, આઇટી મેજર ટીસીએસએ એવી ચેતવણી ઉચ્ચારી છે કે, તેના યુએસ ખાતેના ક્લાયન્ટ્સ ખર્ચમાં કાપ મૂકી રહ્યા છે અને ઓર્ડર્સ ઉપર તેની અસર થઇ રહી હોવાથી કંપનીની આવકને ફટકો પડવાની વોર્નિંગ જારી કરી છે. તેના કારણે ટીસીએસ સહિત તમામ આઇટી શેર્સમાં જંગી ગાબડાં પડ્યા હતા. ટીસીએસ ઇન્ટ્રા-ડે ઘટી રૂ. 2287 થઇ ગયા બાદ છેલ્લે રૂ. 125.85 એટલેકે 5.14 ટકાના ઘટાડા સાથે રૂ. 2321.15ની સપાટીએ બંધ રહ્યો હતો. તેના કારણે કંપનીની માર્કેટવેલ્યૂ 24797 કરોડ ઘટવા સાથે રૂ. 4.57 લાખ કરોડની સપાટીએ પહોંચી ગઇ હતી. ટીસીએસની આગેવાની હેઠળ અન્ય આઇટી અને ટેકનલોજી શેર્સમાં પણ ગાબડાં પડેલા જોવા મળ્યા હતા.

બીએસઇ સેન્સેક્સ પેકની 30 પૈકી 23 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી સન ફાર્મા 3.69 ટકા, તાતા સ્ટીલ 3.32 ટકા, લ્યુપિન 2.44 ટકા, હીરો મોટોકોર્પ 2.43 ટકા, એચયુએલ 2.13 ટકા અને સિપલા 1.98 ટકા સુધર્યા હતા. જોકે ગેઇલ 1.92 ટકા અને એનટીપીસી 1 ટકો ઘટ્યા હતા. સેક્ટોરલ પૈકી એફએમસીજી, ઓટો, કન્ઝ્યુમર ગુડ્સ, મેટલ, ઓઇલ અને પાવર ઇન્ડેક્સ આજે પણ વર્ષની નવી ઊંચાઇએ આંબ્યા હતા. જ્યારે રિયાલ્ટી, હેલ્થકેરમાં વેલ્યૂ બાઇંગના પગલે અનુક્રમે 3.03 ટકા અને 2.20 ટકાનો સુધારો રહ્યો હતો. કુલ ટ્રેડેડ 2953 પૈકી 1603 સ્ક્રીપ્સમાં સુધારો અને 1167 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો છે.

ફોરેક્સમાર્કેટમાં રૂપિયો નરમ: સળંગદિવસની સુધારાની ચાલ બાદ સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં આજે પાંચ પૈસાની નરમાઇ સાથે 66.42ની સપાટીએ બંધ રહ્યો હતો. ઇન્ટરનેશનલ ફોરેક્સ માર્કેટમાં ડોલરની મજબૂતાઇના કારણે ઘટાડો આવ્યો હોવાનું ફોરેક્સ નિષ્ણાતો જણાવે છે.

10સ્ક્રીપ્સની સર્કિટ લિમિટમાં ફેરફાર: વોલેટિલિટીનેનાથવા માટે બીએસઇએ જિંદાલ શો સહિત કુલ 10 કંપનીઓની સર્કિટ લિમિટમાં ફેરફાર કર્યો છે. જિંદાલ શો માટે 20 ટકા, એલ્પ્રો ઇન્ટર, ગેલેક્સી એન્ટર, અરિહંત કેપિટલ, એસટીએલ ગ્લોબલ અને મહામાયા સ્ટીલના કિસ્સામાં 10 ટકા જ્યારે બિન્ની લિ., અથર્વ એન્ટર અને એપટેકના કિસ્સામાં પાંચ ટકા અને નોવા આયર્નના કિસ્સામાં બે ટકાની સર્કિટ ફિલ્ટર લાદવામાં આવી છે.

આઇઆરબીઇન્ફ્રા 9 ટકા ઉછળ્યો: કંપનીએરૂ. 4300 કરોડના આપીઓ માટે સેબી સમક્ષ ડોક્યુમેન્ટ્સ ફાઇલ કર્યાના અહેવાલો પાછળ શેર 9.11 ટકા ઊછળી રૂ. 252.05 બંધ રહ્યો હતો.

} વિદેશી નાણાકીય સંસ્થાઓની અવિરત ઇક્વિટીમાં ખરીદી

} ડોલર ડિમાન્ડ ઘટતાં રૂપિયામાં પણ સતત સુધારાની ચાલ

} જીએસટી બીલને રાષ્ટ્રપતિએ સહી કરીને પાસ કર્યું

} કાર વેચાણોમાં ઓગસ્ટમાં 9 ટકા ઉપરાંતની વૃદ્ધિ

} વૈશ્વિક-એશિયાઇ શેરબજારોમાં આકર્ષક સુધારાની ચાલ

આજના સંગીન સુધારાના કારણો

આઇટી શેર્સ |ટીસીએસના નબળા ગાઇડેન્સના કારણે ટીસીએસ તો 5.14 ટકા તૂટ્યો હતો. પરંતુ તેની સેન્ટિમેન્ટલ અસર પાછળ અન્ય આઇટી શેર્સમાં પણ નોંધપાત્ર ગાબડાં પડ્યા હતા. જેમ કે, વીપ્રો 1.77 ટકા, HCL ટેક 1.70 ટકા, ઇન્ફોસિસ 1.62 ટકા, NIIT ટેક 1.48 ટકા અને માઇન્ડટ્રી એક ટકો તૂટ્યા હતા.

મુંબઇસ્ટોક એક્સચેન્જ |બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 1000 કરોડના આઇપીઓની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. તેના ડ્રાફ્ટ પેપર્સ ટૂંક સમયમાં સેબી સમક્ષ રજૂ કરાશે. ઇશ્યૂ સંપુર્ણપણે ઓફર ફોર સેલ ધોરણે યોજાય તેવી શક્યતા છે.

એફઆઇઆઇસતત લેવાલ| વિદેશીનાણાકીય સંસ્થાઓની આજેપણ 111.41 કરોડની નેટ લેવાલી હતી. તેની સામે DII ની રૂ. 587.43 કરોડની વેચવાલી હતી.

ટીસીએસના કડાકામાં IT ઇન્ડેક્સ 2.49 ટકા ઘવાયો

ક્રાઇસિસ| ટીસીએસના આઉટલૂકમાં વોર્નિંગની સાયરનથી આઇટી શેર્સમાં તડા-ફડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો