તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અભ્યાસ કરવા US જનારા માટે અમદાવાદમાં સલાહ કેન્દ્ર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અભ્યાસ કરવા US જનારા માટે અમદાવાદમાં સલાહ કેન્દ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનીયુનિવર્સટીઝમાં પોસ્ટ અને અન્ડર ગ્રેજ્યુએશનના કોર્સ માટે જતા ગુજરાતના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વના સમાચાર છે. અમદાવાદમાં ‘અમેરિકન કોર્નર’નો ફરીથી આરંભ થઈ રહ્યો છે. જ્યાં વિદ્યાર્થીઓ માટેની ફરજિયાત ટેસ્ટની સુવિધાથી માંડી સ્ટુડન્ટ વીઝા મેળવવા જરૂરી અને સત્તાવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.

ઈન્ડો અમેરિકન એજ્યુકેશન સોસાયટીના ‘એજ્યુકેશન યુએસએ’ દ્વારા અમેરિકાની ભારત ખાતેની કોન્સ્યુલેટ જનરલના પ્રોત્સાહનથી ‘અમેરિકન કોર્નર’ શરૂ કરાઈ રહ્યું છે. ...અનુસંધાન પાનાં નં.13



13 અથવા 14 સપ્ટેમ્બરે સેન્ટરનું ઉદ્ઘાટન થશે. એજ્યુકેશન યુએસએના તેજલ વસાવડાના જણાવ્યા મુજબ, સેન્ટરમાં અમેરિકાની તમામ અધિકૃત સ્કૂલ્સમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સુવિધા ઉપલબ્ધ બનાવાશે.

સેન્ટરમાં અમેરિકાની કૉલેજીસમાં પ્રવેશની પૂર્વ શરતરૂપે લેવાતી એસએટી, જીઆરઈ, ટોફેલ, આઈલેટ્સ જેવી ટેસ્ટમાં એપીયર થઈ શકાશે. અહીં આવા ઓનલાઇન ટેસ્ટ માટે જરૂરી કમ્પ્યુટર્સની વ્યવસ્થા છે. 2004માં એએમએ ખાતે મર્યાદિત સ્વરૂપમાં ‘અમેરિકન કોર્નર’ શરૂ કરાયું હતું, પણ 4 વર્ષ પહેલાં તે બંધ કરી દેવાયું હતું. હવે નવા સ્વરૂપે સીજી રોડ નજીક આવેલા સન સ્ક્વેરમાં સેન્ટર શરૂ થશે.

અહીં અમેરિકાની સંસ્કૃતિ, રાજકારણ, સામાજિક પ્રવાહોથી માંડી ત્યાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીએ જાણવી તમામ જરૂરી બાબતોથી વાકેફ કરવાની વ્યવસ્થા હશે. વિશાળ લાઇબ્રેરી, સેમિનાર, વેબિનાર અને ગ્રૂપ ડિસ્કશનની પણ સુવિધા રહેશે.

બોક્સ:1

યુએસ વાયબ્રન્ટમાં પાર્ટનર બને તે સામે પ્રશ્નાર્થ

નવા મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત માટે ગુજરાત આવેલા યુએસ કોન્સલ જનરલ ટોમ વાયડાએ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ સમિટ 2017માં અમેરિકા પાર્ટનર કન્ટ્રી બનશે કે કેમ તે વિષે અનિશ્ચિતતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, સમિટ 11-13 જાન્યુઆરીએ યોજાશે જ્યારે અમેરિકામાં નવા પ્રેસિડેન્ટ 20 જાન્યુઆરીએ નિયુક્ત થશે. એટલે પાર્ટનર કન્ટ્રી બનવા વિષે અત્યારે કંઈ કહી શકાય નહીં, તેમ તેમણે જણાવ્યું હતું. ગત સમિટમાં યુએસ પહેલીવાર પાર્ટનર કન્ટ્રી બનેલું.

13 કે 14 સપ્ટેમ્બરે ઉદઘાટન, ટેસ્ટથી માંડી સ્ટુડન્ટ વિઝા અંગે માર્ગદર્શન ‘અમેરિકન કોર્નર’માં મળશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો