• Gujarati News
  • National
  • ધ્રાંગધ્રા યુવાને મેડીકલ કેમ્પ યોજી જન્મદિન ઉજવ્યો

ધ્રાંગધ્રા યુવાને મેડીકલ કેમ્પ યોજી જન્મદિન ઉજવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રા | લોકો જન્મદિન નિમિતે પાર્ટીયોજી બીનજરૂરી ખર્ચ કરી નાણા વેડફે છે. પરંતુ ધ્રાંગધ્રામાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આશીષભાઈ દલવાડીએ પોતાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓએ તા.15 જાન્યુઆરીના રોજ એક મેડીકલ કેમ્પ યોજેલ હતો. જેમાં જરૂરીયાત મંદ લોકોને મફતમાં અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રાના ડોકટરો દ્વારા નિશુલ્ક તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં 1025 દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે સંતો, મહંતો, મોટી સંખ્યામા આશીર્વાદ આપવાં ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...