• Gujarati News
  • National
  • ક્લિનરે કહ્યું હું નહીં આવું ને ડ્રાઇવરે ટોમીના એક ઘાએ પતાવી નાખ્યો

ક્લિનરે કહ્યું હું નહીં આવું ને ડ્રાઇવરે ટોમીના એક ઘાએ પતાવી નાખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છથી ગાડીમાં લીગ્નાઇટ ભરીને અમદાવાદ જવા માટે ડ્રાઇવર કલીનર નીકળ્યા હતા. પરંતુ ડોળીયા પાસે ગાડીમાં પંચર પડતા ટાયર બદલવાની બાબતે બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઇ હતી. તો કલીનરે કીધુ કે, મારે નથી આવવુ મને પૈસા આપો હું પાછો જતો રહુ છુ. તો ડ્રાઇવરે પીત્તો ગુમાવ્યો અને લોખંડની એક ટોમી માથામાં ઝીંકીને કલીનરની હત્યા કરી નાંખી હતી. હત્યારા ડ્રાઇવરને પોલીસે ડોળીયા પાસેથી ઝડપી લીધો હતો. કચ્છમાંથી લીગ્નાઇટ કોલસો લઇને ડ્રાઇવર અને ક્લીનર ટ્રક લઇ અમદાવાદ જતા હતા. આ દરમિયાન રાત્રીના સમયે સાયલાના ડોળીયા પાસે ટ્રકનું ટાયર ફાટયું હતું.

બહારની કરેલી પહેલી ટ્રીપ અંતિમ બની
મૃતક કલીનર કચ્છની ગાડીઓમાં લોકલ ફેરામાં જ કલીનર તરીકે જતો હતો. પરંતુ તેમના જાણીતા હીરાભાઇએ અમદાવાદના એક ફેરામાં જવાનું કહેતા સબંધ સાચવવા માટે તે કલીનર તરીકે આવ્યો હતો. અને બહારની પહેલી જ ટ્રીપ તેના માટે અંતીમ ટ્રીપ બની હતી.

ફફડેલા ડ્રાઇવરે શેઠને ફોન કર્યો
સામાન્ય બાબતે બન્ને વચ્ચે થયેલી તકરાર હત્યામાં પરિણમતા ડ્રાઇવર ફફડી ઉઠ્યો હતો. હવે શું થશે તેવો અફસોસ થતા ચાલીને નીકળી ગયો હતો. રસ્તામાં શેઠને બનેલી ઘટનાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...