• Gujarati News
  • National
  • બાવળામાં હાઇવે ક્રોસ કરતા બેને વાહને ટકકર મારતાં એકનું મોત

બાવળામાં હાઇવે ક્રોસ કરતા બેને વાહને ટકકર મારતાં એકનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળામંા હાઇવે ઉપર આવેલી મમરા- પૌંવાની ફેકટરીમાં કામ કરતા બે મજુરો સાંજે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે બંનેને ટકકર મારી નાસી છુટતા એકનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું. જયારે બીજાને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બાવળા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

બાવળા- રજોડા રોડ ઉપર આવેલી વિજય મમરા પ્રાઇવેટ લી. કંપનીમાં નોકરી કરતા કુમાર અને છોટુ તેમના પૂરા નામ જાણવા મળ્યા નથી. તેઓ સાંજના સમયે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઇ અજાણ્યા વાહન ચાલકે બંનેને જોરદાર ટકકર મારીને નાસી છુટયો હતો. જેથી બંનેને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આજુબાજુથી લોકો દોડી આવી 108 સેવાને જાણ કરતા તાત્કાલિક બાવળાની 108 ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કુમાર નામની વ્યકિતનું સારવાર મળે તે પહેલા જ તેનું ઘટનાસ્થળે મોત થવા પામ્યું હતું. જયારે છોટુને ગંભીર ઇજાઓ થવાથી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.અકસ્માતની જાણ થતાં બાવળા પોલીસના કોન્સટેબલ ભાથીજી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી લાશને બાવળા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ માટે મોકલી આપી, બંને વ્યકિતના પૂરા નામ, સરનામા મેળવવાનો પ્રયત્ન કરતા તેમના પૂરા નામ, સરનામા જાણવા મળ્યા નથી.જેથી બાવળા પોલીસે અર્જુન પ્રેમચંદ પાસવાનની ફરીયાદના આધારે વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...