• Gujarati News
  • National
  • મશીનમાં હાથ આવતાં કર્મી.નું સારવાર દરમિયાન મોત

મશીનમાં હાથ આવતાં કર્મી.નું સારવાર દરમિયાન મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાતાલુકાના કનેરા પાસે આવેલી પેપરમીલમાં ગુરૂવારે નાઈટશીપમાં મશીન પર કામ કરી રહેલા 20 વર્ષના કારીગરનો હાથ મશીનમાં આવી જતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેમને વધુ સારવાર માટે અમદાવાદની વી.એસ.હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યુ હતું. સંદર્ભે હોસ્પિટલના તબીબની ફરિયાદના આધારે ખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

િબહારના વતની અને કનેરામાં રહેતા મીતેષ ભોલેશ્વર પાસવાન (ઉં.વ.20) ગુરૂવારે નાઈટશીપમાં સુરાની પેપરમીલમાં કામ કરી રહ્યા હતા. રાત્રીના કામ કરતી વખતે 1.30 કલાકે મીતેષનો જમણો હાથ મશીનમાં આવી ગયો હતો. જેના કારણે મીતેષને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી મીલના અન્ય કર્મચારીઓએ તેઓને તાત્કાિલક સારવાર અર્થે અમદાવાદની વી.એસ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન રાત્રીના 3.45 કલાકે મીતેષનું મૃત્યુ નીપજ્યુ હતું. સંદર્ભે હોસ્પિટલના તબીબ એમ.ડી.ડામોરે ખેડા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.

કનેરા પાસે પેપર મિલમાં બનેલી ઘટના

અન્ય સમાચારો પણ છે...