• Gujarati News
  • National
  • અમદાવાદમાં ખૂની ખેલ આચરીને લાશને નિધરાડ પાસે પેટ્રોલ નાંખી સળગાવી દીધી

અમદાવાદમાં ખૂની ખેલ આચરીને લાશને નિધરાડ પાસે પેટ્રોલ નાંખી સળગાવી દીધી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાણંદપાસેના નિધરાડ ગામની સીમમાંથી સળગેલી હાલતમાં મળી આવેલી લાશનો ભેદ સાઈબર ક્રાઈમે ઉકેલી દીધો છે. દ્રશ્યમ ફિલ્મના પ્લોટના આધારે ચાર આરોપીઓએ લાશને પોલીસ શોધી શકે તે માટે પેટ્રોલ નાંખી સળગાવી દીધી હતી. મર્ડર કેસના સાક્ષીની હત્યા બાદ ભાગી જવાની તૈયારી કરનારા ચારેય આરોપીઓની પોલીસે વાડજ પોલીસ ચોકીની પાસેથી ધરપકડ કરી હતી.

સાઈબર સેલના પીઆઈ આર.આર.સરવૈયાના જણાવ્યા અનુસાર, મણિનગરની દક્ષિણી સોસાયટીમાં રહેતા કલ્પેશ કિશનરાવ સાંવતના ભાઈ સંતોષ કિશનરાવ સાવંતનું મર્ડર થયું હતું. મર્ડર કેસમાં કેતન ઉર્ફે ભોટિયો કાળુજી ઠાકોર સાક્ષી હતો. કલ્પેશ સાવંતે સાક્ષી કેતનને ખૂન કેસમાં ફિટ જુબાની આપી આરોપીઓને સજા અપાવવા માટે જણાવ્યું હતું. જોકે સાક્ષી કેતને મને જે ખબર છે તે હું કોર્ટમાં કહીશ તેમ જણાવ્યું હતું. જેથી કલ્પેશ સાવંતે સાક્ષી કેતનને બેથી ચાર વાર ધાકધમકી આપી હતી. તેમ છતાં સાક્ષી કેતન વાત માનતા આખરે 11 જૂનના રોજ સાક્ષીને કલ્પેશ સાવંત અને બીજા ચાર માણસો જૂના વાડજ રામાપીરના ટેકરા ખાતે રહેતા ભરત કાઠિયાવાડીના ઘરે લઈ ગયા હતા. જ્યાં આરોપી કલ્પેશ અને તેના ચાર સાગરીતો તેમજ ભરત ઉર્ફે કાઠિયાવાડી ભીખાભાઈ મેવાડા (32), મહેશ જસવંતલાલ રાઠોડ (21), ચેતન અશોકભાઈ મકવાણા (25) અને અમિત કેશુભાઈ ચાવડા (26, તમામ રહે- જૂના વાડજ) અને સંજય હમીરભાઈ ચૌહાણે સાક્ષી કેતનની મારમારી હત્યા નિપજાવી હતી. સાક્ષી કેતનની હત્યા નિપજાવ્યા બાદ આરોપીઓ અમિત,ચેતન, મહેશ અને સંજયે ભેગા મળી ભરત કાઠિયાવાડીના ઘર પાસે ખાડો ખોદી કેતનની લાશને દફનાવી દીધી હતી.

પોલીસ સુત્રોના વધુ જણાવ્યાનુસાર દ્રશ્યમ ફિલ્મના પ્લોટના આધારે આરોપીઓએ લાશનો નિકાલ કર્યો હતો. લાશને દફનાવ્યા બાદ આરોપીઓએ વિચાર્યું કે, દ્રશ્યમ ફિલ્મમાં લાશ નહીં મળવાથી અજય દેવગનને પોલીસ પકડી શકી હતી. જેથી કેતનની લાશને સગેવગે કરી દઈએ તો પોલીસને કેતન ભોટિયાની લાશ મળશે નહીં અને આપણે બચી જઈશું. જેથી આરોપીઓ અમિત, ચેતન, મહેશ અને સંજયે ભેગા મળી ગત રવિવારના રોજ કેતનની લાશને ખાડામાંથી બહાર કાઢી હતી. જ્યારે આરોપીઓએ પોતાના મિત્ર હસમુખ સોનારાની ટવેરા ગાડીમાં લાશને નાખી બોપલ-ઘુમા થઈ કાણેટી ગામના પાટિયાની બાજુમાં આવેલા નિધરાડ ગામની સીમમાં જઈ કેતનની લાશને પેટ્રોલ નાંખી સળગાવી દીધી હતી.

મિત્રતા નિભાવવા હત્યામાં મદદ કરી હોવાનું આરોપીઓએ કબૂલ કર્યું

\\\"દ્રશ્યમ\\\' ફિલ્મ જોઇને તેની વાર્તાના આધારે આરોપીઓએ લાશનો નિકાલ કર્યો

અન્ય સમાચારો પણ છે...