• Gujarati News
  • National
  • સિટીમાં શરૂ થઇ 55મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ

સિટીમાં શરૂ થઇ 55મી નેશનલ ચેસ ચેમ્પિયનશિપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદના કર્ણાવતી ક્લબ ખાતે 55મી નેશનલ ચેલેન્જર્સ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનું આયોજન ગુજરાત ચેસ એસોસીએશન અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. સ્પર્ધાનો ઉદ્ઘાટન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં ક્રિકેટર પાર્થિવ પટેલ, ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર અનિલ પટેલ, ગુજરાત ચેસ એસોસીએશનના સેક્રેટરી ભાવેશ પટેલ અને ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશનના વાઇસ પ્રેસિડેન્ટ જયેશ મોદીએ ચેસની રમત રમી નેશનલ ચેસ ચેમ્પિયનશિપની શરૂઆત કરી હતી. સ્પર્ધા 12મી ઓગસ્ટ થી 23 ઓગસ્ટ દરમિયાન યોજાશે. સ્પર્ધામાં કુલ 13 રાઉન્ડ ફીડે સ્વીસ સિસ્ટમથી રમાવવાના છે.

Chess

અન્ય સમાચારો પણ છે...