• Gujarati News
  • National
  • મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ગુજરાતના ડિઝાઇનર્સે ભાગ લીધો

મુંબઇ, દિલ્હી, બેંગલુરુ અને ગુજરાતના ડિઝાઇનર્સે ભાગ લીધો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પલ્લવી દુગલ

ગૌરી પ્રધાન

‘બ્રાન્ડેડ અને ટ્રેન્ડી વસ્તુઓ જોવા મ‌ળી’

હુંદર વર્ષે વિકેન્ડ વિન્ડોમાં જતી હોઉ છું કારણ કે, ત્યાં યુનિક વસ્તુઓ જાવો મળતી હોય છે. વર્ષે અહીં મને બ્રાન્ડેડ અને નવી ટ્રેન્ડની વસ્તુઓ જોવા મ‌ળી હતી. તે પણ ખૂબ વ્યાજબી કિંમત પર. એક વન સ્ટોપ શોપ જેવી ઇવેન્ટ હતી.

}ચિરાગી દેસાઇ, લૉયર

‘એક્ઝિબિશનને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો’

અમેપ્રથમવાર અમદાવાદમાં એક્ઝિબિશન કર્યું હતું, જેનો અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. અમે બહુ બધા યુનિક ડિઝાઇનર્સને અહીં શોકેસ કરવાનો મોકો આપ્યો હતો. અત્યાર સુધી અમે દિલ્હી અને મુંબઇમાં એક્ઝિબિશન કરતાં હતા, પણ હવે ધીરે-ધીરે અમારો ભારત બહાર પણ એક્ઝિબિટ કરવાનો વિચાર છે.

}ગૌરી પ્રધાન, પાર્ટનર, નોટી ટેલ્સ

‘બીજા શહેરોની ટ્રેન્ડ વિશે સિટીના લોકોને ખબર પડી’

ઇવેન્ટપાછળનો અમારો હેતુ હતો કે, એક એવું એક્ઝિબિશન કરીએ જેમાં ગુણવત્તાની સાથે-સાથે અમે ગ્રાહકોની ખરીદક્ષમતાનું પણ ધ્યાન રખાય. અમારી ઇવેન્ટમાં બહુ બધા જાણીતા ડિઝાઇનર્સે ભાગ લીધો હતો. જેના લીધે બીજા શહેરોમાં શું ટ્રેન્ડ ચાલી રહી છે તેના વિશે લોકોને ખબર પડી. }મીરા શાહ, ફાઉન્ડર, વિકેન્ડ વિન્ડો

સિટીમાં કોટયાર્ડ મેરિયોટ હોટલ ખાતે તાજેતરમાં ‘ધી એક્લેક્ટિક એડિશન-2017’ એક્ઝિબિશન યોજાયું હતું. મુંબઇના નોટી ટેલ્સ અને અમદાવાદના વિકેન્ડ વિન્ડો દ્વાર એડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફેશન, લાઇફસ્ટાઇલ, હોમ ડેકોર, જ્વેલરી અને ફૂડને લગતી 50થી વધુ બ્રાન્ડના સ્ટોલ મૂકવામાં આવ્યાં હતાં. મુંબઇ, દિલ્હીં, બેગલુરુ અને ગુજરાતના જાણીતા ડિઝાઇનર્સે ઇવેન્ટમાં ભાગ લીધો હતો. એક્ઝિબિશનમાં ટ્રેડિશનલ અને વેસ્ટર્ન બન્નેનું કોમ્બિનેશન જોવા મળ્યું હતું. આજકાલ નવી ટ્રેન્ડમાં ઓર્ગેનિક ફેબ્રિક અને પેસ્ટલ કલર્સ લોકપ્રિય છે, તો ડ્રેઇપ્સ અને ફ્રી ફલોંઇગ કટ પણ લોકોને વધુ પસંદ આવી રહી છે. એક્ઝિબિશનને જોવા માટે મોટી સંખ્યામાં સિટીના ફેશન લવર્સ આવી પહોચ્યાં હતાં.

Fashion meets Fun and Food
અન્ય સમાચારો પણ છે...