• Gujarati News
  • National
  • અલ બુરુજ ખાતે સ્વતંત્રતા દિવસ થીમ પર સ્પોર્ટ્સ ડે

અલ-બુરુજ ખાતે સ્વતંત્રતા દિવસ થીમ પર સ્પોર્ટ્સ ડે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અલ-બુરુજ ખાતે સ્વતંત્રતા દિવસ થીમ પર સ્પોર્ટ્સ ડે

અમદાવાદ | સ્વતંત્રતાદિવસ નિમિત્તે મકરબા સ્થિત અલ-બુરુજ રેસિડેન્શિયલ સોસાયટી દ્વારા ખાસ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9 વાગે ધ્વજવંદન બાદ આખો દિવસ અલ-બુરુજમાં સ્પોર્ટ્સ દિવસ ઉજવાશે. સોસાયટી કોમ્પ્લેક્સના મનમોહક એન્ટ્રી ગેટ પર ધ્વજવંદન યોજાશે. આઝાદીની થીમ પર આયોજિત સ્પોર્ટ્સ ડેમાં સોસાયટીમાં આવેલા 12 બ્લોકના તમામ રહેવાસીઓ હાજર રહેશે. દરેક ઉંમરના લોકો ભાગ લઇ શકે તે હેતુથી વિવિધતાસભર વોલિબોલ, પૂલ ટેબલ, સાઇકલ રેસ, બેડમિન્ટન, રનિંગ રેસ, ટેબલ ટેનિસ જેવી રમતો નક્કી કરવામાં આવી છે. વિજેતાઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે. સોસાયટીના રહીશોમાં ભાઇચારા અને ખેલદિલીની ભાવના વધે હેતુથી આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ ટી-20ના માહોલ વખતે અલ-બુરુજ ક્રિકેટ લીગ પણ યોજાઇ હતી.

Sports Event

અન્ય સમાચારો પણ છે...