• Gujarati News
  • National
  • સ્વતંત્રતા પર્વે પૂરગ્રસ્તો માટે આર્ટીસ્ટ દ્વારા પ્રદર્શન યોજાશે

સ્વતંત્રતા પર્વે પૂરગ્રસ્તો માટે આર્ટીસ્ટ દ્વારા પ્રદર્શન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્વતંત્રતા પર્વે પૂરગ્રસ્તો માટે આર્ટીસ્ટ દ્વારા પ્રદર્શન યોજાશે

અમદાવાદ | આર્ટદ્વારા લોકોને મદદ કરવાનો પ્રયાસ કહી શકાય. ગુજરાતમાં બનાસકાંઠામાં આવેલા પૂરને લઈને અનેક લોકો બેઘર બન્યા છે ત્યારે દેશભરમાંથી મદદનો પ્રવાહ ચાલુ છે ત્યારે ગુજરાત વિઝ્યુઅલ આર્ટીસ્ટ એસોસિએશનના ઉપક્રમે ‘સ્વ.ચિત્રકાર નીમા ચિત્રસર્જન કાર્યક્રમ-20’નું આયોજન કરાયું છે. આજે સવારે 11થી સાંજે 4 દરમિયાન શહેરની કર્ણાવતી આર્ટ ગેલેરીમાં પેઈન્ટિંગ એક્ઝિબિશન યોજાશે. એક્ઝિબિશનમાં દર્શાવવામાં આવનાર પેઈન્ટિંગમાંથી જે પણ રકમ મળશે તે પૂરગ્રસ્તોને રાહત ફંડમાં પહોંચતી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...