• Gujarati News
  • National
  • 3 લુટારુઓએ ઘરમાં દંપતી પર હુમલો કરી 3.62 લાખ લૂંટ્યા

3 લુટારુઓએ ઘરમાં દંપતી પર હુમલો કરી 3.62 લાખ લૂંટ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરખેજમહંમદપુરા રોડ ઉપર આવેલી પીએસપી લેબર કોલોનીમાં રહેતા લેબર કોન્ટ્રાકટર ચંદુભાઇ સંગાડા(31)ના પત્ની રમીલાબહેન(22)ની ઘરમાં ઘુસીને 3 લુટારુઓએ લાકડાના દંડા વડે હુમલો કરીને રોકડા રૂ. 3.50 લાખ અને પત્નીના દાગીના મળીને કુલ રૂ.3.62 લાખની મત્તા લૂંટી ગયા હતા. મજૂરોને પગાર ચૂકવવા માટે લેબર કોન્ટ્રાકટર બેંકમાંથી પૈસા ઉપાડીને લાવ્યા હતા. ચંદુભાઇએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...