• Gujarati News
  • National
  • IFSC પર ગોલ્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ બુધવારે શરૂ થશે

IFSC પર ગોલ્ડ ઓપ્શન્સમાં ટ્રેડિંગ બુધવારે શરૂ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |દેશનાં પ્રથમ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ બીએસઈનાં ઇન્ડિયા આઇએનએક્સને ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સમાં ટ્રેડિંગ શરૂ કરવા સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મળી છે. આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ ભારત અને આઇએફએસસીમાં સૌપ્રથમ હશે, જે 30 ઓગસ્ટ, 2017ને બુધવારથી ટ્રેડિંગ શરૂ કરશે. મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી બાલાસુબ્રમનિયમે કહ્યું હતું કે, મહિનાની અંદર ટ્રેડિંગ શરૂ થશે. લોંચ બજારમાં સંપૂર્ણ સહભાગીદારી વધારશે અને વર્તમાન ફ્યુચર્સમાં પૂરક બનશે. તે સહભાગીઓને રોજિંદી ચડઉતર વિશે ચિંતા કર્યા વિના તેમનાં જોખમને હેજ કરવાની તક પ્રદાન કરશે.

અન્ય સમાચારો પણ છે...