• Gujarati News
  • National
  • જિલ્લામાં શિતળા સાતમની ઉજવણી કરાઇ

જિલ્લામાં શિતળા સાતમની ઉજવણી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા

રામપુરા

વિરમગામ

બોટાદ

ધોળકા /ધોળકામાં શીતળામાતાનું મંદિર હોવાથી બ્રાહ્મણો જાતેજ માટીમાંથી શીતળામાતાની પ્રતિામા બનાવે છે. આમ, બ્રાહ્મણોનાં ઘરે દરેક બહેનો શીતળા માતાની પ્રતિમાની પુજા કરે છે. વ્રતમાં ઠંડુ ખાવાનો મહિમા હોય છે. તેમજ દૂધ, કુલેર માતાજીને ધરાવવામાં આવે છે. બાળક હસતુ રમતું રહે તે હેતુથી વ્રત કરવામાં આવે છે. ધોળકામાં શિવજી મંદિર, (જૂનું) સ્વામિનારાયણ મંદિર, દેવતીર્થ સોસાયટી એમ અલગ-અલગ જગ્યાએ શીતળા માતાની પુજા કરવામાં આવી હતી.

રામપુરા /ચુંવાળ પંથકમાં સોમવારના રોજ શિતળા સાતમની ઉજવણી કરી હતી. પંથકની બહેનો વહેલી સવારથી શિતળા માતાજીના મંદિરે પ્ૂજા-અર્ચના કરવા માટે ઉમટી પડી હતી. રામપુરામાં શિતળા માતાજીના મંદિરે મહિલાઓએ પૂજા કરી હતી. તેમજ અનેક ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

વિરમગામ /વિરમગામ શહેરમાં આવેલ ઐતિહાસિક મુનસર તળાવના કાંઠે ભૂદેવો દ્વારા માટીના શીતળામાંની મૂર્તિઓ બનાવીને સ્થાપિત કરે છે. જેનું શહેરભરના ભાવિકો, મહિલાઓ દ્વારા વહેલી સવારના 6 વાગ્યાથી મધ્યાહન સુધી પૂજન અર્ચન કરવામા આવે છે. જેમાં ફળ ફળાદી, કુલેર, શ્રી ફળ, ધરાવી શીતળામાંના આશીર્વાદ મેળવે છે. પારંપરિક રીતે તળાવના કાંઠેજ શીતળામાંનું પૂજન કરવાનો મહિમા છે તેમ શાસ્ત્રી જયેશભાઈ જણાવી રહ્યા છે.

બોટાદ / બોટાદનામંદિરોમાં સવારથી ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા બોટાદના સ્ટેશન રોડ પર આવેલ શીતળા માતાજીના મંદિરે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. તેમજ બોટાદના મસારામજી મંદિરે, રોકડિયા હનુમાનજી મંદિર, ભોજેશ્વર મહાદેવ મંદિરે તેમજ બોટાદના અનેક મંદિરે દર્શન માટે હરીભક્તો ઉમટી પડ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...