તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ‘RBIએ કહ્યું એટલે એસ્સાર સામે નાણાં વસૂલવા ટ્રિબ્યુનલમાં ગયા’

‘RBIએ કહ્યું એટલે એસ્સાર સામે નાણાં વસૂલવા ટ્રિબ્યુનલમાં ગયા’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટાર્ન્ડડચાર્ટર્ડ બેંકે આરબીઆઇના આદેશને અનુસરીને ટ્રિબ્યુનલમાં ફરિયાદ નથી કરી પણ તેઓ પાસે તેમના લેણાં વસૂલવા માટે અન્ય કોઇ વિકલ્પ હતો પરિણામે તેમણે ટ્રિબ્યુનલમાંથી હુકમ મેળવવો પડ્યો છે. સ્થિતિમાં બેંકને ટ્રિબ્યુનલે આપેલા ચુકાદાના અમલ સામે સ્ટે ઉઠાવી લેવો જોઇએ, આરબીઆઇએ પણ સ્પષ્ટ કર્યું છેકે, જો બેંકોના એનપીએ પરત નહીં આવે તો તેની અસર સામાન્ય નાગરિકોના બેંકોના રોકાણ પર થશે પરિણામે દેશના અર્થતંત્ર પર વિપરીત અસર પડશે. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી શુક્રવાર પર મુલતવી રાખી છે.

એસ્સાર સ્ટીલને નાદાર જાહેર કરવાના ટ્રિબ્યુનલના ચુકાદા સામે થયેલી પિટિશનમાં આજે ગુરુવારે સ્ટાર્ન્ડડ ચાર્ટર્ડ બેંક તરફે એવી રજૂઆત થઇ હતી કે, તેમણે મોરેસિયસની એક કંપનીને 40 કરોડ ડોલરની લોન આપી હતી. જે લોનમાં એસ્સાર સ્ટીલ ગેરંટર હતી, મોરેસિયસની કંપનીએ નાણાં ચૂકવવાનો ઇન્કાર કરતા રકમ પરત મેળવવા માટે એસ્સારને નોટિસ આપવામાં આવી હતી. જે નોટિસમાં કંપની ખોટમાં ચાલતી હોવાનું જણાવવામાં આવ્યું હતું. જેથી અમારા નાણાં વસૂલવા માટે અમે ટ્રિબ્યુનલનો આશ્રય લીધો હતો. અમે કંપની એક્ટ હેઠળ નોંધાયેલા નથી. તેમજ આરબીઆઇના નિયંત્રણમાં આવતા નથી માટે અમને તેનો કાયદો લાગુ પડે. અમારી પાસે નાણાંની વસૂલાત માટે અન્ય કોઇ વિકલ્પ હતો. અમારે ટ્રિબ્યુનલમાં કંપની સામે કેસ ચલાવવો પડ્યો.

બીજી તરફ આરબીઆઇ દ્વારા પણ એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કંપની પાસેથી 32000 કરોડના લેણાં બાકી છે. જો તે વસૂલવા સામે સ્ટે આપવામા આવે તો આખરે નુકસાન તો સામાન્ય વ્યક્તિનું થશે. ઉપરાંત બેેંકો નાદાર થશે તો દેશના અર્થતંત્ર પર તેની વિપરીત અસર થશે.

અન્ય વિકલ્પ રહેતા કેસ કર્યો : સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક

અન્ય સમાચારો પણ છે...