તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લસુનદ્રા સીમમાં ટ્રેક્ટર લકઝરી વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

લસુનદ્રા સીમમાં ટ્રેક્ટર -લકઝરી વચ્ચે અકસ્માતમાં એકને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાજિલ્લામાં રાત્રિના સમયે લાકડાંની હેરાફેરી કરતા ટ્રેક્ટર અને ઊંટગાડી જેવા વાહનોની પાછળના ભાગે રેડીયમની પટ્ટી કે લાઇટ હોતા નથી. જેના કારણે અવારનવાર માર્ગો પર અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. કઠલાલ નજીક લસુન્દ્રાની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે ગઇરાત્રે લાકડાં ભરેલા એક ટ્રેક્ટરની પાછળ લકઝરી અથડાતા સર્જાયેલ અકસ્માતમાં એક વ્યકિતને ઇજા પહોંચી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇન્દોર-અમદાવાદ હાઇવે રોડ પરના લસુન્દાની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલથી થોડે દૂર લાડવેલ નજીક ગઇરાત્રે પોણા ત્રણ વાગ્યે ટ્રેક્ટર નં.જીજે 07 એએન 2669 જતું હતું, તેની પાછળ પુરઝડપે આવતી લકઝરી બસ નં. એમપી 11પી 9009થી ટકકર વાગી હતી. આથી સર્જાયેલા અકસ્માતમાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતા તેમાં બેઠેલ અજમેલભાઇ અમરાભાઇ હાડીને ઇજા પહોંચી હતી.

બનાવ અંગે જહીરખાન પઠાણ (રહે. રોઝવા)ની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ઉપરોકત લકઝરીના ચાલકની સામે કાર્યવાહી હાથ ધરી છે. અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ આદરી હતી.

મોડી રાત્રિના સમયે લાકડાંની હેરાફેરી કરતા હતાં

અન્ય સમાચારો પણ છે...